તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:સરભોણમાં મોબાઇલની દુકાનમાં થયેલી ચોરીમાં 9 દિન બાદ ગુનો

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત 12મી નવેમ્બરે તસ્કરો ઘર અને દુકાનમાં હાથફેરો કરી ગયા હતા
  • પોલીસે 2 તસ્કરોની ધરપકડ કરી હોવાની જાણકારી

બારડોલીના સરભોણ ગામે 9 દિવસ પહેલા બંધ ઘર અને મોબાઇલની દુકાનમાં મોબાઈલોની ચોરી થઈ હતી. જેમાં મોબાઈલ દુકાનના માલિકે શનિવારે ફરિયાદ આપતા પોલીસે 1.09 લાખની ચોરીનો ગુનો નોંધાયો હતો. મોબાઈલ ચોરી જનાર 2 તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળેલ છે. મહુવા માછીવાડ ટાંકી ફળિયુમાં રહેતા જીગ્નેશ પ્રકાશભાઈ રાજપૂતની બારડોલી તાલુકાના સરભોણ ગામે મેઈન બજારમાં બેસ્ટ મોબાઈલ નામની દુકાન આવેલ છે.

આ દુકાનમાં 12મી નવેમ્બરની રાત્રી દરમિયાન તસ્કરોએ નવા વેચાણ માટે લાવેલ 15 નંગ મોબાઈલ કિંમત 48,800 રૂપિયા, મોબાઈલ એસીસરીઝ કિંમત 12,000 રૂપિયા અને ગ્રાહકોના રિપેરીંગમાં આવેલ 30 નંગ મોબાઈલ કિંમત 48,300 મળી કુલ 1,09,100 રૂપિયાના મોબાઈલ ચોરી ગયા હતા. જોકે, આ ઘટનામાં પોલીસમાં ગુનો નોંધાયો ન હતો. પરંતુ 9 દિવસ બાદ ફરિયાદ આપતા પોલીસે ચોરીનો ગુનો નોંધાયો છે. આ ચોરીની ઘટનામાં 2 ચોર પકડાઈ ગયા હોવાનું અને ગામના જ હોવાનું જાણવા મળેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો