તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન ક્લાસ:છાત્રોનું ગ્રૂપ બનાવી ઈન્ટરનેટ ડેટા બચાવ્યો, શિક્ષકો જ વિદ્યાર્થીઅો પાસે પહોંચ્યા

વડોદરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેટા, મોબાઇલ અને નેટવર્કની તકલીફો વચ્ચે 2 સ્કૂલોનોે નવતર પ્રયોગ

કોરોનાના પગલે શાળાઅોઅે ઓનલાઇન વર્ગો આપીને વિદ્યાર્થીઅોને વિવિધ વિષયોનું શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા યોજાયેલા અેક વીડિયો કોન્ફરન્સમાં આ સ્કૂલોઅે શિક્ષણમાં નવતર પ્રયોગો અંગે પોતે કરેલા પ્રયાસોની જાણ કરી હતી. શહેર નજીકના વાઘોડિયાની એનજી શાહ સાર્વજનિક હાઇસ્કૂલમાં લોકડાઉન શરૂ થયા બાદ શરૂઆતમાં વોટ્સઅેપ ગ્રૂપથી વિદ્યાર્થીઅોને સાંકળ્યા હતા અને ત્યારબાદ અોનલાઇન ક્લાસ શરૂ કર્યા, અભ્યાસક્રમનું મટિરિયલ વાલીઅોને જુદી જુદી બેચમાં બોલાવીને આપ્યું અને ત્યારબાદ વિદ્યાર્થીઅોને જરૂર પડી તો શિક્ષકો વિદ્યાર્થીઅોના ગામડાઅોમાં ગયા અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ સાથે માર્ગદર્શન આપ્યું હોવાનું આચાર્ય તેજસ ત્રિવેદીઅે જણાવ્યું હતું .

થુવાવીની ડીકે પટેલ સ્કૂલમાં મોટાભાગના વિદ્યાર્થીઅો પાસે ફોન ન હતા, ડેટાની સમસ્યા હતી ત્યારે શાળાઅે અેવા વિદ્યાર્થીઅોને અને તેમના વાલીઅોને સમજાવ્યા કે તેઅો પોતાની આસપાસ રહેતા વિદ્યાર્થીઅોને પણ તાસ દરમિયાન પોતાની સાથે રાખે જેથી વિદ્યાર્થીઅો અેક જીબી ડેટામાં ત્રણ કલાક સુધી અેકબીજાના ફોન લઇને ભણી શક્યા હતા. શાળાના આચાર્ય મિનેશ પટેલે જણાવ્યું કે, ‘ અમારી શાળામાં 448 વિદ્યાર્થીઅો હતા. જે પૈકી શરૂઆતમાં 175 વિદ્યાર્થીઅો જ અોનલાઇન ક્લાસમાં આવતા હતા. પણ અમે તપાસ કરાવી ત્યારે આ મુશ્કેલી સમજાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો