સુરત / 67 વર્ષીય પત્નીને ભરણપાેષણ નહીં ચૂકવતા 70 વર્ષના પતિને કોર્ટે 80 દિવસની સજા કરી

court sensction 80days punishment aginst separate maintenance wife

  • અગાઉ ફેમિલી કોર્ટે પતિને દર મહિને 3 હજાર ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો
  • કોસાડમાં રહેતા દંપતીના 40 વર્ષના લગ્નજીવનમાં ભંગાણ
     

divyabhaskar.com

May 18, 2019, 12:51 AM IST

સુરત: ફેમિલી કોર્ટમાં ભરણપોષણના આમતો અનેક કિસ્સા આવતા હોય છે જેમાં ખાસ કરીને લગ્નના દસ કે વીસ વર્ષ બાદ દંપતિ વચ્ચે ખટરાગના કેસો પણ હોય છે. પરંતુ લગ્નના 40 વર્ષ બાદ દંપતિ કોર્ટમાં ગયુ હોય અને જીવનની અંતિમ કેડી સુધી પહોંચેલા પતિને સજા થઈ હોય એવો જવલ્લે જ જોવા મળતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 67 વર્ષના પત્નીએ 70 વર્ષના પતિ સામે કરેલાં ભરણપોષણના કેસમાં પતિને 80 દિવસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

અગાઉ ફેમિલી કોર્ટે દર મહિને રૂપિયા ત્રણ હજારની ખાધા ખોરાકી ચૂકવવાનો પતિને હુકમ કર્યો હતો.પરંતુ પતિ રેગ્યુલર આ રકમ ચૂકવતો ન હોવાથી પત્નીએ ફરી કોર્ટની શરણ લીધી હતી.

કોસાડના આરતી અને રમેશ પટેલ (નામ બદલ્યુ છે)ના લગ્ન 40 વર્ષ અગાઉ થયાં હતાં. બંને વચ્ચે ખટરાગ થતા પ્રથમવાર વર્ષ 2004માં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં ત્રણ વર્ષ બાદ વર્ષ 2007માં કોર્ટે ભરણપોષણ ચૂકવવાનો હુકમ કર્યો હતો.

અગાઉનો કોર્ટનો હુકમ શું હતો
વર્ષ 2007માં કોર્ટે હુકમ કર્યો હતો કે અરજદાર પત્નીને રૂપિયા 1250 દર મહિને ચૂકવવામાં આવે, અને અરજી ખર્ચના એક હજાર બીજા ચૂકવવામાં આવે, ત્યારબાદ મોંઘવારી વધતા ફરી અરજી કરવામા આવી હતી. આથી કોર્ટે આ અરજી પણ ગ્રાહ્ય રાખી દર મહિને ચૂકવાતી ભરણપોષણની રકમ બે હજાર કરી હતી અને અરજી ખર્ચના બીજા ત્રણ હજાર ચૂકવવા જણાવ્યુ હતું.

આઠ માસના 16 હજાર બાકી હતા
અરજદાર પત્ની તરફે સમગ્ર કેસમાં એડવોકેટ પ્રીતિ જોષીએ દલીલ કરી હતી. અગાઉના હુુકમ બાદ પતિ ભરણપોષણની રકમ બરાબર ચૂકવતો નહોય આઠ મહિનાની 16 હજાર જેટલી રકમ ચઢી ગઈ હતી. આ રકમ મેળવવા માટે રિકવરી અરજી કરવામાં આવી હતી. પતિએ કોર્ટનો આ હુકમનો પણ અમલ ન કરતાં આખરે પતિને જયુડિશિયલ કસ્ટડીમાં લેવાયો હતો.

X
court sensction 80days punishment aginst separate maintenance wife
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી