અમદાવાદ / રાજદ્રોહ કેસમાં હાર્દિક સામે કોર્ટે વોરંટ કાઢતા વિરમગામથી ધરપકડ કરાઈ, 24મી સુધી જેલમાં મોકલવાનો આદેશ

હાર્કિક પટેલ - ફાઇલ તસવીર

  • 24મી જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો જજ ગણાત્રાનો આદેશ
  • વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
  • કોર્ટે વારંવાર હાર્દિકને હાજર રહેવા સૂચના આપી હતી
  • હાર્દિકે કોર્ટની અરજ સામે આંખ આડા કાન કરતા કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યૂ કર્યું હતું

Divyabhaskar.com

Jan 19, 2020, 01:57 AM IST

અમદાવાદઃ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ પકડ વોરંટ કાઢ્યું હતું. સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો છે. કોર્ટે વોરંટ કાઢતા નોંધ્યું છે કે, હાઇકોર્ટે જામીન આપતી વખતે શરત મૂકી હતી કે, કોર્ટને સહકાર આપવાનો, મુદતમાં નિયમિત હાજર રહેવાનું સહિતની શરતોનું પાલન કર્યું નથી. આ સંજોગોમાં આરોપી ઇરાદાપૂર્વક સામાન્ય કામનું કારણ બતાવી અરજીઓ કરી કેસ ચલાવવા માગતા નથી.

24મીએ વધુ સુનાવણી
શનિવારે આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ગેરહાજર રહેલા હાર્દિકના વકીલે મુદત માગવા માટે અરજી કરી હતી, જેનો વિરોધ કરતા સરકારી વકીલ એચ.એમ. ધ્રૂવે રજૂઆત કરી હતી કે, આરોપી કેસને લંબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જામીન પર મુક્ત કરતી વખતે આપેલી શરતોનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. આથી આરોપી સામે પકડ વોરંટ કાઢવામાં આવે. કેસની વધુ સુનાવણી 24મીએ હાથ ધરાશે.

શું છે સમગ્ર મામલો?
વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણી જોઇને વિવિધ પ્રકારની અરજીઓ કરી મુદત પડાવે છે. સામાન્ય કામ હોવા છતાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થઇ રહ્યો છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી