તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:વરિયાવ નજીક ખાતર ભરેલું ટ્રેકટર પલટી જતા દંપતિનું મોત, દંપતિ જહાંગીરપુરા આશ્રમ પાસેથી ખાતર ભરી કનાજ ગામ જઇ રહ્યું હતું

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક

વરિયાવથી સાયણ જતાં વસવારી નજીક રેલવે ફાટક પાસે ખાતર ભરેલું ટ્રેક્ટર પલ્ટી જતા ખેતમજૂર દંપ‌તિનું મોત નીપજ્યું હતું.જ્હાંગીરપુરા આશારામ આશ્રમ પાસેના ખેતરમાંથી ખાતર ભરીને ઓલપાડ કનાજ ગામ જઇ રહેલા દંપ‌તિનું ટ્રેક્ટર પલ્ટી જતા મોત ‌નિપજ્યું હતું. અમદાવાદના વતની અને સુરતમાં ખેત મજુરીનું કામ કરતા 50 વર્ષીય ભાવાભાઇ ગાંડાભાઇ સોઢા અને 45 વર્ષીય તેમના પત્ની લલીતાબેન ર‌વિવારે સવારે જ્હાંગીરપુરા આશ્રમ પાસેના ખેતરમાંથી ટ્રેક્ટરમાં ખાતર ભરી કનાજ ગામ જવા માટે ‌નિકળ્યા હતા. વસવારી રેલવે ફાટક પાસેથી તેમનું ટ્રેક્ટર પસાર થઇ રહ્યું હતું ત્યારે અચાનક તે પલ્ટી ગયું હતું ટ્રેકટર પલટી જવાથી દંપતી તેની નીચે દબાઇ ગયું હતું.

આ સમયે ઇજાગ્રસ્ત દંપ‌તિ બચાવવા માટે તરત જ સ્થા‌નિકો દોડી આવ્યા હતા.પરંતુ ટ્રેક્ટર નીચેથી બહાર કાઢી શકાયા ન હતા. ફાયર ‌બ્રિગેડની મદદ લેવાતા ફાયરના જવાનોએ સ્થળ પર પહોંચી દંપ‌તિને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નવી ‌સિ‌વિલ હો‌સ્પિટલ ખસેડયું હતું. સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ પતિ પત્નીને મૃત જાહેર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો