કન્ફર્મ / બોલિવૂડમાં કોરોનાવાઈરસનું ગ્રહણ, રિચા ચઢ્ઢા-ટીવી એક્ટ્રેસ ટીનાના લગ્ન મોકૂફ રહ્યાં

coronavirus outbreak Richa Chadha, Ali Fazal confirm postponing wedding

દિવ્ય ભાસ્કર

Mar 21, 2020, 02:17 PM IST

મુંબઈઃ કોરોનાવાઈરસને કારણે મુંબઈમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા તથા અલી ફઝલના 15 એપ્રિલે લગ્ન હતાં પરંતુ તેમણે લગ્ન હાલ પૂરતા મોકૂફ રાખી દીધા છે.

એક્ટર્સના સ્પોકપર્સને કહ્યું હતું, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અલી તથા રિચાએ લગ્ન પોસ્ટપોન કર્યાં છે અને જૂન પછી લગ્ન કરશે. રિચા તથા અલીએ તમામને હેલ્થી તથા સલમાત રહે તેવી શુભેચ્છા પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં રિચા તથા અલીએ મેરેજ રજિસ્ટ્રેશન માટે અપ્લાય કર્યું હતું. તેઓ એપ્રિલ એન્ડ સુધીમાં કોર્ટ મેરેજ કરવાના હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અલી તથા રિચાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશન માટે અરજી આપી હતી.

વરુણ ધવને લગ્નને લઈ વાત કરી
છેલ્લાં કેટલાંક મહિનાઓથી વરુણ ધવન તથા નતાશા દલાલના લગ્નને લઈ ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ વરુણ ધવને કહ્યું હતું કે લગ્ન ક્યારે છે? આ સવાલનો જવાબ આપી આપીને કંટાળી ગયો છું. લગ્ન જ્યારે થવાના હશે, થઈને રહેશે. અત્યારે તો કંઈ જ થવાનું નથી. અત્યારે તો તેઓ ક્વોરન્ટાઈન છે.

ટીવી એક્ટ્રેસે પણ લગ્ન પોસ્ટપોન કર્યાં
‘એક ભ્રમ...સર્વગુણ સંપન્ન’માં જોવા મળેલી ટીવી એક્ટ્રેસ ટીનાના લગ્ન ચાર એપ્રિલના રોજ હતાં. ગયા વર્ષે તેણે એક્ટર નીખિલ શર્માને ડેટ કરતી હોવાની વાતની જાહેરાત કરી હતી. નીખિલ શર્મા ‘એક આસ્થા ઐસી ભી’માં જોવા મળ્યો હતો. બંનેએ ગયા વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. જોકે, હવે ટીના તથા નીખિલે લગ્ન પોસ્ટપોન કરી દીધા છે. ટીના તથા નીખિલ પહેલાં ક્રિશ્ચિયન વેડિંગ અને પછી હિંદુ વેડિંગ કરવાના હતાં. જોકે, હવે આ લગ્ન પોસ્ટપોન કરી દેવામાં આવ્યા છે.

X
coronavirus outbreak Richa Chadha, Ali Fazal confirm postponing wedding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી