તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Coronavirus Death Toll Coronavirus Outbreak In China Latest News And Updates On Coronavirus Death Toll

સ્ક્રીનિંગ શરૂ થયા અગાઉ પરત આવેલા 17 ભારતીયમાં લક્ષણ દેખાતા હોસ્પિટલમાં દાખલ,એશિયાની બહાર ફ્રાંસમાં પહેલુ મોત થયું

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ITBPના છાવલા સ્થિત કેમ્પમાં ચીનથી પરત આવેલા પ્રવાસીઓની તપાસ થઈ રહી છે
  • ચીનમાં મૃતકોની સંખ્યા 1600ને પાર, 67 હજારથી વધારે લોકોને સંક્રમિત થયા
  • માત્ર હુબેઈમાં શુક્રવારે 2420 નવા ઈન્ફેક્શનના કેસ નોંધાયા, જ્યારે 139 લોકોના મોત થયા છે
  • ચીની અધિકારીના જણાવ્યા પ્રમણે- હુબેઈને બાદ કરતાં દેશના અન્ય ભાગમાં કોરોના વાઈરસના ઈન્ફેક્શનમાં ઘટાડો થયો છે

નવી દિલ્હી/બેઈજિંગ/પેરિસઃ કોરોના વાઈરસને લીધે દિન પ્રતિ દિન મૃતકોનો આંકડો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં વાઈરસને લીધે 1631 લોકોના મોત થયા છે. બીજીબાજુ 67 હજારથી વધારે લોકોને સંક્રમણ થયું છે. દરમિયાન ફ્રાંસમાં શનિવારે કોરોના વાઈરસને લીધે ચીનના એક પર્યટકનું મોત થયું છે. એશિયા મહાદ્વીપ બહાર આ વાઈરસને લીધે આ પ્રથમ મોત થયું છે. ફ્રાંસના આરોગ્ય પ્રધાન એગ્નિસ બુજિને આ અંગે પુષ્ટિ કરી છે.  બીજીબાજુ દિલ્હીના 17 લોકોમાં કોરોના વાઈરસના લક્ષણ દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ નાગરિકો એરપોર્ટ પર સ્ક્રીનિંગ થયા પહેલા ચીન અને કોરોના વાઈરસથી અસરગ્રસ્ત દેશોમાંથી ભારત પર ફર્યા છે. દિલ્હીના આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી આંકડાકીય માહિતી પ્રમાણે 13 ફેબ્રુઆરી સુધી અસરગ્રસ્ત દેશોમાંથી પરત ફરેલ 5700 યાત્રીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. તે પૈકી 4707 લોકોમાં કોઈ જ પ્રકારના લક્ષણ જોવા મળ્યા નથી.


મૃતકો અને ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યામાં થતા વધારાને ધ્યાનમાં રાખીને નેપાળ, ભૂટાન અને ચીનની બોર્ડર પર તહેનાત આઈટીબીપી અને એસએસબી જવાનોને વધારે એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરીને કહ્યું છે કે, બોર્ડર ચેકપોસ્ટ ઉપર પણ શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવા માટે એરપોર્ટ જેવી સુરક્ષા રાખવામાં આવી છે. જ્યારે ડીજીસીએએ એરપોર્ટ પ્રશાસનને નિર્દેશ આપ્યા છે કે, તેઓ ચીન સિવાય જાપાન અને દક્ષિણ કોરિયાથી આવતા યાત્રીઓની તપાસ શરૂ કરશે.

હુબેઈની બાદ કરતા અન્ય વિસ્તારોમાં ઈન્ફેક્શનનું પ્રમાણ ઘટ્યું
શુક્રવારે ચીની અધિકારીએ જણાવ્યુંકે હુબેઈને બાદ કરતા અન્ય રાજ્યોમાં કોરોના વાઈરસના ઈન્ફેક્શનમાં ઘટાડો થયો છે. જોકે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે જણાવ્યું કે વાઈરસને અટકાવવા અને દેખરેખ રાખવા માટે બિગ ડેટા, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ માટે ડિજીટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈન્ફેક્ટેડ દર્દીઓને દવાઓ અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા માટે હોસ્પિટલમાં રોબોટ તહેનાત કરવામાં આવ્યા છે.

33 દેશ અને 4 સંગઠનોએ ચીનને મદદની રજૂઆત કરી
મુખ્ય ચીનથી બહારના વિસ્તારોમાં 580 નવા કેસ નોંધાયા છે. પેલેસ્ટાઈન અને હોંગકોંગમાં એક-એક જ્યારે જાપાનમાં 80 વર્ષની મહિલાને ઈન્ફેક્શન થયું છે. મહામારીમાંથી બહાર નીકળવા માટે ચીનને 30 દેશો અને ચાર આંતરરાષ્ટ્રીય સંગઠનોએ મેડિકલ સંબંધી મદદ કરી છે. જ્યારે ટેક દિગ્ગજ અલીબાબાએ તેની દવા વિકસીત કરવા માટે રૂ. 1022 કરોડની મદદ આપી છે.

WHO તેમની ટીમ ચીન મોકલશે
ચીનમાં 1700 સ્વાસ્થયકર્મીઓ વાઈરસની ઝપટમાં છે. તેમાં 6 સ્વાસ્થયકર્મીઓનું મોત થઈ ગયું છે. હોસ્પિટલોમાં ડોક્ટર્સ માસ્ક અને સુરક્ષાના સાધનો વગર ત્યાં દિવસ-રાત મહેનત કરી રહ્યા ચે. જ્યારે WHOએ કહ્યું છે કે, તેમની સંપૂર્ણ ટીમ આ સપ્તાહના અંત સુધીમાં ચીન પહોંચી જશે. એક ટીમ પહેલાં જ ચીન પહોંચી ગઈ છે. આ ટીમમાં સમગ્ર દુનિયામાંથી 10 નિષ્ણાતો પસંદ કરવામાં આવ્યા છે. આ ટીમ બીમારી રોકવાના ઉપાય શોધશે.

હિંમત વધારવા રેલી કાઢી
કોરોના વાઈરસની મહામારીથી લડવા માટે વુહાનના લોકોની હિંમત વધારવા અમેરિકા, તાઈવાન, પેલેસ્ટાઈનમાં લૂનર ન્યૂ યર પરેડ કરવામાં આવી છે. તેમાં લોકોએ વુહાન સ્ટે સ્ટ્રોંગ, લોંગ લિવ વુહાન જેવા પોસ્ટર દર્શાવ્યા હતા. ઝિયાનમાં લેન્ટર્ન રેલી પણ કાઢવામાં આવી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો