• Home
  • International
  • Transition to 51 countries and death of 5835 people: France's deputy minister also coronavirus positive

કોરોના Live Blog World / 155 દેશમાં કેસ નોંધાયા, 5846 લોકોના મોત: ઈરાનમાં 24 કલાકમાં 113 લોકોના મોત, 1 હજારથી વધુ કેસ સામે આવ્યા

શનિવારે સાંજે વોશિન્ગટનના સિએટલ મેડિકલ સેન્ટરમાં આઇસોલેશન યુનિટ બહાર આવી રહેલો મેડિકલ સ્ટાફર
શનિવારે સાંજે વોશિન્ગટનના સિએટલ મેડિકલ સેન્ટરમાં આઇસોલેશન યુનિટ બહાર આવી રહેલો મેડિકલ સ્ટાફર
ઈટાલીનું શહેર રોમના માર્ગ સુમસાન જોવા મળે છે. કોરોનાથી દેશમાં 1,441 લોકોના મોત થયા છે
ઈટાલીનું શહેર રોમના માર્ગ સુમસાન જોવા મળે છે. કોરોનાથી દેશમાં 1,441 લોકોના મોત થયા છે
સ્પેઈનમાં કોરોનાથી સંક્રમિતની સંખ્યા 6,000ને પાર અને મૃતકોની સંખ્યા 196 થઈ જતા, સમગ્ર દેશને ઈટાલી સ્ટાઈલથી લોકડાઉન કરવામાં આવ્યો
સ્પેઈનમાં કોરોનાથી સંક્રમિતની સંખ્યા 6,000ને પાર અને મૃતકોની સંખ્યા 196 થઈ જતા, સમગ્ર દેશને ઈટાલી સ્ટાઈલથી લોકડાઉન કરવામાં આવ્યો
Transition to 51 countries and death of 5835 people: France's deputy minister also coronavirus-positive

  • સ્પેને ઈટાલી સ્ટાઈલથી સમગ્ર દેશ લોકડાઉન કર્યો, સંક્રમણના કેસ 6,391, મૃત્યુઆંક 196 થયો
  • ફ્રાન્સના ઉપમંત્રીનો કોરોનાવાઈરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો
  • ટ્રમ્પનો રિપોર્ટ નેગેટિવ, સ્પેનમાં લોકડાઉન, અહીં PMની પત્ની પણ કોરોનાથી સંક્રમિત
  • રવિવારે સવાર સુધી વિશ્વમાં કોરોનાવાઈરસના કુલ 1,57,372 મામલાઓ પ્રકાશમાં આવ્યા
  • અમેરિકામાં મૃતકોનો આંકડો 60, જર્મની સિવાય સ્પેન અને ઈઝરાયલે સાર્વજનિક જગ્યાઓ માટે સખ્ત ગાઈડલાઈન્સ બહાર પાડી

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 06:37 PM IST

વોશિંગ્ટનઃ કોરોનાવાઈરસના મામલાઓ હાલ અટકવાનું નામ લઈ રહ્યાં નથી. રવિવારે સવાર સુધીમાં વિશ્વમાં કુલ 1,57,372 કેસ નોંધાયા છે. 5844 લોકોના મોત થયા છે. ચીન બાદ ઈટાલી કોરોનાની સૌથી વધારે અસર ધરાવે છે. છેલ્લા 24 કલાકમાં ઈટાલીમાં 250 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક 1,441 થઈ ગયો છે. આ ઉપરાંત 2,547 લોકોના સંક્રમણના નવા કેસ નોંધાતા સંક્રમિત લોકોનો કુલ આંક 21,157 થયો છે. 1,000 દર્દીઓને ઈન્ટેન્સિવ કેરમાં રાખવામાં આવ્યા છે. બીજી બાજુ યુરોપિયન યુનિયને ઈટાલીને તેનાથી શક્ય બને એટલી તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

સ્પેને પોતાને ત્યાં કોરોના વાઈરસના કેસોમાં જબરદસ્ત વધારો નોંધાતા ઈટાલી સ્ટાઈલથી સમગ્ર દેશને લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. સ્પેનમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 6,391થી વધારે થઈ ગઈ છે અને મૃત્યુઆંક પણ 196 થયો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. તેમનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીજી તરફ ફ્રાન્સના એક મંત્રી બ્રૂન પાયરસનનો કોરાનાવાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાઈરસથી સંક્રમિત તે દેશના બીજા મંત્રી છે. બીજી તરફ સ્પેનના વડાપ્રધાન પેન્ડ્રો સાંચેજની પત્ની ડોનાનો પણ કોરોનાવાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકારે કેટલાક અપવાદોની સાથે દેશમાં લોકડાઉનનો આદેશ આપ્યો છે. ફ્રાન્સના તમામ રેસ્ટોરન્ટ અને કેફે બંધ કરવામાં આવ્યા છે. જર્મની અને ઈઝરાયલે સાર્વજનિક જગ્યાઓ પર લોકોની અવરજવર બાબતે સખ્ત આદેશ આપ્યા છે. વેટિકન તરફથી કહેવામાં આવ્યું છે કે 12 એપ્રિલે થનારા ઈસ્ટર પર્વ વગર ભીડે ઉજવાશે.

પહેલા ટેસ્ટથી ઈન્કાર

ટ્રમ્પ થોડા દિવસો પહેલા બ્રાઝીલના ડેલિગેશનને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ત્યાંના સંચાર પ્રમુખ ફેબિઓ વાનગાર્ટનની સાથે ડિનર પણ કર્યું હતું. બાદમાં વાનગાર્ટન કોરોનાવાઈરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. પહેલા ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ પેન્સે ટેસ્ટથી ઈન્કાર કર્યો હતો. જોકે તેઓ મીડિયોમાં ચર્ચા થયા બાદ રિપોર્ટ કરાવવા માટે તૈયાર થયા હતા. શનિવારે બપોરે સેમ્પલ આપવામાં આવ્યું. મોડી રાતે રિપોર્ટ નેગેટિવ આવ્યો. ટ્રમ્પની પુત્રી અને તેમની સીનિયર એડવાઈઝર ઈવાન્કા ટ્રમ્પ ઓસ્ટ્રેલિયાના સંક્રમિત ગૃહ મંત્રી પીટર ડટનને મળ્યા બાદ ઘરનું કામ કરી રહી છે. તે આ સપ્તાહમાં ડટન અને અન્ય અધિકારીઓને મળી હતી, ડટનમાં કોરોનાવાઈરસ પોઝિટિવ મળ્યો છે. અમેરિકાએ હવે બ્રિટન અને આયરલેન્ડને લઈને પણ નવા વિઝા પ્રતિબંધો લાગુ કર્યા છે. આ પહેલા બંને દેશોને વિઝા રિસ્ટ્રીક્શન લિસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યા હતા.

સ્પેનના વડાપ્રધાનની પત્ની પણ સંક્રમિત

સ્પેન સરકારે શનિવારે મોડી રાતે એક નિવેદનમાં કહ્યું કે પેન્ડ્રો સાંચેજની પત્ની ડોના કોરોના પોઝિટિવ છે. ડોનાની સાથે પીએમને પણ હાલ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જોકે તેમનામાં વાઈરસના કોઈ લક્ષણ મળ્યા નથી. સ્પેનના રાષ્ટ્રપતિ પણ સંક્રમિત થયા હોવાના સમાચાર હતા, જોકે સરકારે તેઓ સ્વસ્થ હોવાનું કહ્યું છે. કેનાડાના પીએમ જસ્ટિન ટ્રુૂડોની પત્ની સોફી પણ કોરોના પોઝિટિવ મળી હતી. તેની સાથે જસ્ટિનને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

X
શનિવારે સાંજે વોશિન્ગટનના સિએટલ મેડિકલ સેન્ટરમાં આઇસોલેશન યુનિટ બહાર આવી રહેલો મેડિકલ સ્ટાફરશનિવારે સાંજે વોશિન્ગટનના સિએટલ મેડિકલ સેન્ટરમાં આઇસોલેશન યુનિટ બહાર આવી રહેલો મેડિકલ સ્ટાફર
ઈટાલીનું શહેર રોમના માર્ગ સુમસાન જોવા મળે છે. કોરોનાથી દેશમાં 1,441 લોકોના મોત થયા છેઈટાલીનું શહેર રોમના માર્ગ સુમસાન જોવા મળે છે. કોરોનાથી દેશમાં 1,441 લોકોના મોત થયા છે
સ્પેઈનમાં કોરોનાથી સંક્રમિતની સંખ્યા 6,000ને પાર અને મૃતકોની સંખ્યા 196 થઈ જતા, સમગ્ર દેશને ઈટાલી સ્ટાઈલથી લોકડાઉન કરવામાં આવ્યોસ્પેઈનમાં કોરોનાથી સંક્રમિતની સંખ્યા 6,000ને પાર અને મૃતકોની સંખ્યા 196 થઈ જતા, સમગ્ર દેશને ઈટાલી સ્ટાઈલથી લોકડાઉન કરવામાં આવ્યો
Transition to 51 countries and death of 5835 people: France's deputy minister also coronavirus-positive

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી