• Home
  • National
  • Coronavirus cases doubled in the country in the last 5 days.

કોરોનાની રફતાર / છેલ્લા 5 દિવસમાં દેશમાં કોરોનાવાયરસના કેસ બમણા થયા, આ સ્પીડ રહેશે તો અમુક દિવસોમાં યુરોપના દેશો જેવી પરિસ્થિતિ થઇ શકે

Coronavirus cases doubled in the country in the last 5 days.

  • 3 માર્ચના દેશમાં કોરોનાવાયરસના 83 કેસ હતા, 18 માર્ચના 170 કેસ થયા
  • બુધવારે 24 કલાકમાં કોરોનાના 30 કેસ સામે આવ્યા, એક દિવસમાં સૌથી વધુ

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 05:49 PM IST

ભાસ્કર રિસર્ચ: દેશમાં કોરોનાવાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે 18 માર્ચના 24 કલાકમાં કોરોનાના 30 કેસ સામે આવ્યા છે. દેશમાં એક દિવસમાં આવેલા કેસનો આ સૌથી મોટો આંકડો છે. 17 માર્ચના એક દિવસમાં 20 કેસ સામે આવ્યા હતા. 16 માર્ચના 11 કેસ નોંધાયા હતા. છેલ્લા 5 દિવસની અંદર દેશમાં કોરોનાના કેસ બમણા થયા છે. 13 માર્ચના દેશમાં કુલ 83 કેસ હતા, 18 માર્ચના આ સંખ્યા 170 થઇ ગઇ હતી.

ઈટલી, ફ્રાન્સ, સ્પેન, જર્મની, નોર્વે, સ્વિત્ઝર્લેન્ડ અને અમેરિકામાં શરૂઆતમાં કોરોનાવાયરસની સ્પીડ ભારત જેવી હતી અને બાદમાં તેની સ્પીડ 10 ગણી વધી ગઇ હતી. જાણકારોનું કહેવું છે કે શરૂઆતમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન વધારવાના લીધે દર ત્રીજા-ચોથા દિવસે કોરોના કેસની સંખ્યા બમણી થઇ ગઇ હતી. આવી સ્થિતિ ભારતમાં પણ શક્ય બની શકે છે કારણ કે દેશમાં 3 માર્ચથી લઇને 18 માર્ચ વચ્ચે કોરોનાના 164 નવા કેસ સામે આવ્યા છે. તેમ છતાય અત્યાર સુધી કોઇ રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું નથી.

ડોક્ટરોનું માનવું છે કે કોરોનાવાયરસને ફેલાતો રોકવા માટે સૌથી પહેલું કામ લોકો વચ્ચે અંતર જાળવવાનું છે. તેનાથી લોકો એકબીજા સાથે ઓછામાં ઓછી રીતે સંપર્કમાં આવે. તેનાથી કોરોનાનું સંક્રમણ ઓછું થાય છે.

નિષ્ણાંતોની સલાહ: પોતાને ઘરમાં 15 દિવસ માટે આઇસોલેટ કરવા એ બચાવનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ
પદ્મશ્રી, પૂર્વ IMA ચીફ અને હાર્ટકેર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ડો. કેકે અગ્રવાલે ભાસ્કરને જણાવ્યું કે કોરોનાવાયરસથી બચવાનો સૌથી સારો ઉપાય છે પોતાને 15 દિવસ માટે ઘરમાં આઇસોલેટ કરવું. ભીડવાળા વિસ્તારોમાં ન જવું. આવા સમયમાં દરેકને એ બાબત જોવી જોઇએ કે તેમની આસપાસ કોઇ ઉંધરસ કે છીંક તો નથી ખાઇ રહ્યું ને. જો કોઇ આવું કરે તો તેને ટકોર કરો. જેવી રીતે નો સ્મોકિંગ ઝોન હોય છે તેવી જ રીતે તમારે તમારી આસપાસ નો કફ ઝોન બનાવવો પડશે.
જો દેશમાં કોરોનાના કેસ વધશે તો સરકાર સામે લોકડાઉન જ છેલ્લો વિકલ્પ રહેશે. લોકડાઉનમાં 100માંથી 90 લોકો આપમેળે ઠીક થઇ જશે.

X
Coronavirus cases doubled in the country in the last 5 days.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી