તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનું સંક્રમણ:શહેરમાં કોરોનાનું સંક્રમણ-મૃત્યુદર બન્ને ઘટ્યા

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં રવિવારે કોરોના મહમારીમાં રાહત જોવા મળી હતી. કારણ કે સંક્રમણ અને મૃત્યુદર બંને ઘટયા હતાં. શહેરમાં 8 કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજયા હતાં. જયારે શહેર-જિલ્લામાં 71 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. 82 દર્દીને ડીસ્ચાર્જ કરાયા હતાં. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના સંક્રમણની સાથે મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે. રવિવારે જી.જી.હોસ્પિટલના કોવીડ વોર્ડમાં સારવાર લઇ રહેલા 8 કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ નિપજતા મૃત્યુદર સીંગલ ડીઝીટમાં નોંધાયો હતો. જયારે રવિવારે શહેરમાં 49 અને જિલ્લામાં 22 મળી કુલ 71 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેની સામે શહેરમાં 61 અને જિલ્લામાં 16 મળી કુલ 82 દર્દીએ કોરોનાને મહાત આપતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો