તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:નસવાડીના રવિવારી હાટમાં કોરોનાના નિયમો નેવે મુકાયાં

નસવાડી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
નસવાડીમાં રવિવારી હાટ બજારમાં ભારે જન મેદની ખરીદી કરવા અર્થે ઉમટી પડી હતી.
  • વેપારી અને ગ્રાહકો માસ્ક વગર ખરીદ-વેચાણ કરતા જોવા મળ્યાં
  • હાટ બજારમાં માસ્ક બાબતે દંડ કરાય તો માસ્કનો અમલ થશે

ભાસ્કર ન્યૂઝ | નસવાડી નસવાડી ટાઉનમા રવિવારી હાટ બજાર ભરાય છે. જેમાં નસવાડી તાલુકાના ગામડામાંથી લોકો અસંખ્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી કરવા મોટી માત્રમાં આવતા હોય છે. નસવાડી માર્કેટના મેદાનમાં રવિવારી હાટ બજાર ભરાય છે. જેમાં નિયમ મુજબની ફી માર્કેટ ઉઘરાવે છે. પરંતુ દરેક દુકાન દીઠ કડક રીતે સતત માસ્કનો અમલ કરાય તેવા સૂચનો કરવામાં આવતા નથી. નસવાડીના હાટ બજારમા બધા જ વેપારીઓ વેપાર કરવા આવે છે. પોલીસને જોઈ તરત માસ્ક પહેરતા હોય છે. પોલીસ ગયા બાદ માસ્કના નિયમો નેવે મુકાય છે. કારણ કે તેઓને હવે એવું થઈ ગયું છે અમને કોણ કહેશે. બીજી બાજુ નસવાડી ટાઉનમા પણ કોરોના વાયરસનો ડર ટાઉનના ગ્રામજનોમા છે. સાથે અન્ય શહેરમાંથી આ હાટ બજારમા વેપાર કરવા આવતા હોય નસવાડી માર્કેટ દ્વારા ગેટ બહાર જ ટેમ્પરેચર ગનથી તેમજ તેઓને સતત માસ્કનો કડક નિયમ બતાવામાં આવે તો માસ્ક પહેરે તેમ છે. શક્ય હોય તો નસવાડી માર્કેટ માસ્કનો દંડ જાતે કરે તો પણ હાટ બજારમા આવતા ગ્રાહકો અને વેપારી માસ્કના નિયમો સતત પાડશે. હાલ કોરોના માટે માસ્ક એજ વેકસીન છે. હાટ બજારમાં નાના બાળકો વધુ આવતા હોય છે. ત્યારે કોરોના વાયરસની ગાઈડ લાઈનનો અમલ થાય તેવી ગ્રામજનોની પણ માંગ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો