તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય વિભાગ એલર્ટ:પંચમહાલની બોર્ડરો પર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું ચેકિંગ કરાશે

ગોધરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના સહયોગથી માસ્ક વગરના પ્રવેશ કરનારનો પણ ટેસ્ટ કરાશે
  • પોઝિટિવ આવશે તો હોસ્પિટલમાં ખસેડાશે, અમદાવાદ-વડોદરા તરફની બોર્ડર પર ચેકિંગ

કોરોના વકરતા પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર અાવ્યું છે. કોરોના કેસ વધી રહ્યા છે. તેની સામે 10ની અાસપાસ દર્દીઅો સાજા પણ થઇ રહ્યા હોવાથી કોવિડ હોસ્પીટલમાં કોરોના દર્દીઅોનો ભરાવો નહિવત રહ્યો છે. હાલ અમદાવાદ અને વડોદરામાં કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે. અા સંક્રમણ પંચમહાલ જિલ્લામાં પ્રવેશે નહિ તે માટે અારોગ્ય વિભાગ અને પોલીસ વિભાગના સહયોગથી પંચમહાલ જિલ્લામાં પ્રવેશ દ્વારા અો પર સધન ચેકીંગ અાજથી હાથ ધરાશે. જિલ્લાની બોર્ડર પર અને ટોલનાકા પાસે અાવતા વાહનોનુ ચેકીંગ પોલીસ દ્વારા કરવામાં અાવશે અને કોઇ માસ્ક વગર મળી અાવશે તો તેને તાત્કાલીક સ્થળ ઉપરના કોરોના ટેસ્ટીંગ સેન્ટર પર તેનો ટેસ્ટ કરશે.

જો પોઝીટીવ અાવશે તો હોસ્પીટલ ખસેડવામાં અાવશે. જેથી જિલ્લામાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવી શકાશે. અારોગ્ય વિભાગ દ્વારા હાલ તો ગોધરા અને હાલોલ બસ સ્ટેન્ડમાં માસ્ક વગર મળી અાવેલા મુસાફરોનુ ટેસ્ટ કરવાની કામગીરી કરી રહ્યા છે. ગોધરા બસ સ્ટેન્ડમાં 39 માસ્ક વગરનાઅોના કોરોના ટેસ્ટ કર્યો હતો. સદનસીબે અેક પણ પોઝીટીવ કેસ મળી અાવ્યો ન હતો. સાથે આરોગ્ય વિભાગ શહેરામાં અેક ટેસ્ટીંગ પોઇન્ટ મુકીને કોરોના ટેસ્ટીગ કરવામાં અાવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો