• Home
 • International
 • Corona Virus: Nearly 30 crore children around the world cannot attend school, schools are completely closed in 14 countries

કોરોનાવાઇરસ / દુનિયાભરમાં આશરે 30 કરોડ બાળકો સ્કૂલે નથી જઇ શકતાં, 14 દેશમાં સ્કૂલો સંપૂર્ણપણે બંધ, હવે ચીનથી વધુ ચેપ અન્ય દેશોમાં

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

 • ફ્રાન્સે 120 સ્કૂલ બંધ કરી, 9 દેશે જરૂરિયાત પ્રમાણે રજા આપી
 • વર્લ્ડમીટર ડોટ ઇન્ફોના રિપોર્ટ અનુસાર 57 હજાર લોકો સારવાર પછી સ્વસ્થ થઇ ચૂક્યા છે

Divyabhaskar.com

Mar 06, 2020, 03:25 AM IST
નવી દિલ્હી: કોરોના વાઇરસની લોકોના આરોગ્ય પર તો અસર થઇ જ છે, બાળકોના અભ્યાસને પણ નુકસાન થઇ રહ્યું છે. ગુરુવારે નવી દિલ્હીની બધી જ પ્રાઇમરી સ્કૂલો 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો. ઇટાલીએ પણ દેશભરની સ્કૂલોમાં રજા જાહેર કરી દીધી છે. ફ્રાન્સે 120 સ્કૂલ બંધ કરી છે. યુનેસ્કોના તાજેતરના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં 30 કરોડ બાળકો ચેપના ડરથી સ્કૂલે જઇ શકતાં નથી. 14 દેશે સ્કૂલ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. 9 દેશે જરૂરિયાત પ્રમાણે રજાઓ જાહેર કરી દીધી છે. યુનેસ્કોના વડા ઓડ્રે અજોલેએ કહ્યું કે આ જ સ્થિતિ રહી તો બાળકોનું ભણવું મુશ્કેલ થઇ જશે.
રિસર્ચ: ચીનમાં બે પ્રકારના વાઇરસ, જેથી ચેપ વધ્યો
ચીનના વિજ્ઞાનીઓએ 149 સ્થળેથી કોરોના વાઇરસના 103 જીનોમનું વિશ્લેષણ કર્યું. ત્યાર બાદ તેઓ એવાં તારણ પર પહોંચ્યા કે કોરોના વાઇરસ એલ અને એસ ટાઇપનો છે. એસ ટાઇપના કારણે વિશ્વમાં હવે ઇન્ફેક્શન ઝડપથી ફેલાઇ રહ્યું છે. એસ ટાઇપનો કોરોના વાઇરસ એલ ટાઇપમાંથી જ પેદા થયો છે. વુહાનમાં 7 જાન્યુઆરી પહેલાં એલ ટાઇપ વાઇરસ સક્રિય હતો. પછી તે એસ ટાઇપમાં ફેરવાયો, જેના કારણે કોરોના વાઇરસના ચેપના કેસો ઝડપથી વધ્યા.
ગુડ ન્યૂઝ: વરિષ્ઠ વિજ્ઞાનીએ કહ્યું- ભારતીયો ચિંતા ન કરે
ભારતના વરિષ્ઠ વિજ્ઞાની અને રોયલ સોસાયટી લંડનના રિસર્ચર ગગનદીપ કાંગે કહ્યું છે કે ભારતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ટેસ્ટ પણ જરૂરી હોય ત્યારે જ કરાવો. જ્યાં ચેપ ફેલાયો છે તે વિસ્તારો અંગે તંત્ર જરૂર માહિતી આપે.
ચીનના વિજ્ઞાનીઓએ સ્ટડીના આધારે જણાવ્યું કે વાઇરસનાં બે મુખ્ય લક્ષણ મનુષ્યોમાં પહોંચી રહ્યાં છે અને ચેપ પેદા કરે છે. તેથી વાઇરસનો ફેલાવો સમજવામાં મદદ મળશે અને જલદી તેની સારવાર શોધી શકાશે.
વર્લ્ડમીટર ડોટ ઇન્ફોનો રિપોર્ટ : 57 હજાર લોકો સારવાર પછી સ્વસ્થ થઇ ચૂક્યા છે
જે બાળકોનાં માતા-પિતા ચેપગ્રસ્ત છે તેમનું વુહાન ચિલ્ડ્રન હોસ્પિટલ સ્ટાફ પૂરું ધ્યાન રાખી રહ્યો છે.
ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે ગંદી બેન્ક નોટો આ વાઇરસના ફેલાવાનું મોટું કારણ હોઇ શકે છે.
વુહાનની ઇમરજન્સી ટીમના વોલન્ટિયર ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે.
57 હજાર લોકો સારવાર બાદ સ્વસ્થ થઇ ચૂક્યા છે. વર્લ્ડમીટર ડોટ ઇન્ફોના રિપોર્ટ મુજબ
40 ટકા ઘટી જાય છે ચેપનું જોખમ, ચહેરાને હાથથી ન અડીએ તો. એક રિસર્ચમાં દાવો.
આ 5 દેશોમાં બાળકો પર અસર વધુ
 • ચીન-23 કરોડ
 • જાપાન-1.6 કરોડ
 • ઇરાન-1.4 કરોડ
 • ઇટાલી-90 લાખ
 • ઇરાક-70 લાખ
વિશ્વમાં કોરોના વાઇરસની સાઇડ ઇફેક્ટ
 • ઇઝરાયલની રાજધાની જેરુસલેમ સ્થિત બેથલેહામનું ચર્ચ ચેપના ફેલાવાના ડરથી બંધ કરી દેવાયું છે.
 • વર્લ્ડ બેન્કે વાઇરસથી અસરગ્રસ્ત વિકાસશીલ દેશોને કોરોના સામે લડવા માટે 84 હજાર કરોડની મદદ જાહેર કરી છે.
 • કોરોના વાઇરસના વધતા ખતરાને ધ્યાનમાં લેતાં રાષ્ટ્રપતિભવનનો મુગલ ગાર્ડન 7 માર્ચથી જાહેર જનતા માટે બંધ રહેશે.
 • ઇરાનમાં એક મહિના માટે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી તથા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
 • પાકિસ્તાન સુપર લીગની મેચો રદ ન થઇ જાય તે માટે પાકિસ્તાન કોરોના વાઇરસના કેસો છુપાવી રહ્યું છે.
 • જેમ્સ બોન્ડની નવી ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઇ’ની રિલીઝ એપ્રિલના બદલે નવેમ્બર મહિનામાં રખાઇ છે.
 • ભારતમાં તાજમહલ ફરવા પહોંચેલા પ્રવાસીઓના ચહેરા પર પણ માસ્ક નજરે ચઢ્યા હતા.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી