તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશા:કોરોનાની રસી ડિસેમ્બરના અંત સુધીમાં આવી જશે: નીતિન પટેલ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાન મોદી વેક્સિનની ખરીદી, સંગ્રહ અને વિતરણ અંગે આવતી કાલે ચર્ચા કરશે

રાજ્યમાં આવતા મહિનાના અંત સુધીમાં કોરોનાની રસી આવી શકે છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં બ્રિટનની ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાના શોટ્સના તાકીદના વપરાશ માટેની મંજૂરી ખૂબ જલદી મળે તેમ હોવાથી ગુજરાતમાં તેના રસીકરણ માટે હેલ્થ કેર વર્કર્સ અને અન્ય લોકો માટે પણ ઉપલબ્ધ થઇ જશે. બ્રિટનમાંથી આ રસીને મંજૂરી મળે કે તરત જ તે રસીના ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં તેનો સપ્લાય શરૂ કરશે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વેક્સિનની ખરીદી, સંગ્રહ અને વિતરણની વ્યવસ્થા અંગે ચર્ચા કરશે. ભારતના દરેક નાગરિકોને વેક્સિન આપવા માટે ભારત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો