Corona Update LIVE Surat / 6 પોઝિટિવ કેસ,રાજ્યમાં સૌથી વધુ 4331 લોકો ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યાં છે

રાજ્યમાં સૌથી વધુ લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું.
રાજ્યમાં સૌથી વધુ લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું.
ભાગળ સહિતના શહેરના વિસ્તારોમાં RAFની ટીમનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કોરોના હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કામદારોને સેનિટાઈઝર અને માસ્ક ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો
કોરોના હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કામદારોને સેનિટાઈઝર અને માસ્ક ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો
ફાયર બ્રિગેડની મદદથી સોસાયટીઓ સેનિટાઈઝ કરવાની કામગીરી
ફાયર બ્રિગેડની મદદથી સોસાયટીઓ સેનિટાઈઝ કરવાની કામગીરી
X
રાજ્યમાં સૌથી વધુ લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું.રાજ્યમાં સૌથી વધુ લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું.
કોરોના હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કામદારોને સેનિટાઈઝર અને માસ્ક ન આપવામાં આવતા હોબાળો મચાવ્યોકોરોના હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કામદારોને સેનિટાઈઝર અને માસ્ક ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો
ફાયર બ્રિગેડની મદદથી સોસાયટીઓ સેનિટાઈઝ કરવાની કામગીરીફાયર બ્રિગેડની મદદથી સોસાયટીઓ સેનિટાઈઝ કરવાની કામગીરી

  • વધુ 11 શંકાસ્પદમાંથી 10ના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો
  • રેપીડ એક્શન ફોર્સની આઠ ટીમ દ્વારા લોકડાઉનનો કડક અમલ શરૂ
  • સોસાયટીઓને સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 08:13 PM IST

સુરતઃ કોરોનાના શહેરમાં વધુ 11 શંકાસ્પદ દર્દી સામે આવ્યા હતા. જોકે, મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓ સહિત નોંધાયેલા 11 શંકાસ્પદ દર્દીઓ પૈકી 2 દર્દી સહિત 10નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે હાલમાં દાખલ 6 પોઝિટિવ દર્દીઓ પૈકીના 4ની સ્થિતી હાલ સ્ટેબલ હોવાનું તેમજ 2 દર્દીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ભાગળ સહિતના વિસ્તારોમાં આરએએફની ટીમનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌથી વધુ ક્વોરેન્ટાઈન શહેરમાં 4331 નોંધાયા છે.

બે સામે ફરિયાદ દાખલ કરાઈ-કમિશનર

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ માર્કેટમાં શંકાસ્પદના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ કુલ 4331 લોકો હોમ ક્વોરેન્ટાઈન હેઠળ છે. તેમનો રોજનો 1.8 મેટ્રીક ટન બાયો વેસ્ટનો યોગ્ય રીતે નીકાલ કરવામાં આવી રહ્યો છે. વરાછા અને ઉધના વિસ્તારમાં હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આઠ ટીમો બંદોબસ્તમાં લાગી

શહેરમાં પોલીસની સહાયતા માટે અને રસ્તા પર વધુ લોકો ન નીકળે તથા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી શહેરમાં આરએએફનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આઠ આરએએફની ટીમ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા માટે ગોઠવી દેવામાં આવી છે.

કોરોના હોસ્પિટલ ખાતે સફાઈ કામદારોનો હોબાળો

સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે કોરોના માટે 250 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં આજે સફાઈ કામદારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. સફાઈ કામદારને સેનિટાઇઝર અને માસ્ક જેવી વસ્તુઓ ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. એક સામાજીક કાર્યકરે ટ્વિટ દ્વારા ફરિયાદ પણ કરી હતી કે, બહાર નિકળતા સફાઈ કામદારોને પોલીસની હેરાનગતિ પણ થાય છે.

દેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાતા 8 શંકાસ્પદ હતા

શહેરમાંથી વધુ 11 કેસ કોરોનાના શંકાસ્પદ નોંધાયા હતા. જેમાં વરાછા વિસ્તારમાં રહેતી અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી 24 વર્ષીય મહિલા, વૈષ્ણોદેવીનો પ્રવાસ કરી પરત આવેલી રાંદેરની 72 વર્ષીય વૃદ્ધા, મુંબઈ થી પરત આવેલી પનાસની 30 વર્ષીય મહિલા, દિલ્હીનો પ્રવાસ કરી આવેલા વરીયાવી બજારના 65 વર્ષીય વૃદ્ધ, હૈદરાબાદનો પ્રવાસ કરી પરત આવેલા અડાજણના 23 વર્ષીય યુવક, નાનપુરામાં રહેતા અને પ્રાઈવેટ હોસ્પિટલના 58 વર્ષીય કર્મચારી, રાજકોટનો પ્રવાસ કરી આવેલા અડાજણના 60 વર્ષીય વૃધ્ધા, ભટાર ખાતે રહેતા અને વાઘોડિયાની પ્રાઈવેટ હોસ્પિટલના 30 વર્ષીય મહિલા કર્મચારી, તુર્કીનો પ્રવાસ કરી 18 તારીખે આવેલા સિટીલાઇટના 45 વર્ષીય મહિલા તેમજ કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા ઘોડદોડ રોડના 54 વર્ષીય મહિલા અને પાડેસરાના 28 વર્ષીય યુવકને શંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરાયા હતા. તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

10 રિપોર્ટ નેગટિવ આવ્યા

શહેરમાંથી નોંધાયેલા 11 શંકાસ્પદ કેસોમાંથી 10 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેમાં મહાવીર હોસ્પિટલના કર્મચારીઓ પૈકી કૈલાસ નગર ખાતે રહેતા 29 વર્ષીય યુવક, કતારગામ વિસ્તારની 25 વર્ષીય મહિલા અને ઉધના વિસ્તારમાં રહેતી 39 વર્ષીય મહિલા તેમજ ગોપીપુરાની 76 વર્ષીય વૃદ્ધા, અડાજણની 30 વર્ષયી મહિલા, ગોપીપુરાના 55 વર્ષીય આધેડ, વરાછાના 21 વર્ષીય યુવક અને યોગીચોક વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવક સહિત ગઈકાલના કુલ 8 વ્યક્તિનો તેમજ સામે આવેલા શંકાસ્પદ દર્દીઓ પૈકી રાંદેરની વૈષ્ણોદેવીનો પ્રવાસ કરી આવેલી 72 વર્ષિય વૃધ્ધા અને મુંબઈથી આવેલી પનાસની 30 વર્ષિય મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી