Corona Update LIVE Gujarat / હિજરત પર પ્રતિબંધ, સોસાયટીની બહાર બેસનારાઓ સામે કાર્યવાહી થશે, રાજ્યમાં 4 કરોડ લોકોનો ડોર ટુ ડોર સરવે

Corona Update LIVE Gujarat: 3 died, 44 positive cases, a third part case of local transmission
X
Corona Update LIVE Gujarat: 3 died, 44 positive cases, a third part case of local transmission

  •  NEET અને JEEની પરીક્ષા આગામી મે મહિનાના અંતમાં લેવાશે
  • અંદાજે 3 લાખ 25 હજાર બાળકોને 1500 રૂપિયા આપવામાં આવશે
  • 47 પોઝિટિવ કેસમાંથી ત્રણના મોત 
  • રહેવા અને જમવાની મદદ માટે હેલ્પલાઇન 1070નો સંપર્ક કરવો
  • 118 જેટલી વ્યક્તિઓમાં રોગના ચિન્હો જણાતા સર્વેલન્સમાં મુકવામાં આવ્યા
  • અત્યાર સુધીમાં ગુજરાતની અડધી વસ્તી એટલે કે 3 કરોડ, 50 લાખ, 69, 926નો સર્વે કર્યો
  • 8,265 જેટલી વ્યક્તિઓએ વિદેશ અને 37,885 વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા
  • 54 રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા, ગુજરાત બહાર જતા 18 હજાર લોકોને રોકવામાં આવ્યાઃ DGP

દિવ્ય ભાસ્કર

Mar 28, 2020, 05:26 AM IST

અમદાવાદઃ હવે શહેરોમાં પોતાની સોસાયટીના નાકે કે આંતરિક રસ્તાઓ પર ફરતાં લોકોને ડ્રોનની મદદથી પકડીને પોલિસ તેમની વિરુદ્ધ કડક પગલાં લેશે. NEET અને JEEની પરીક્ષા આગામી મે મહિનાના અંતમાં લેવાશે તેવી સરકારે જાહેરાત કરી છે. આ ઉપરાંત લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યની આશ્રમશાળાઓ, સમરસ હોસ્ટેલ અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા બાળકો ઘરે જતા રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારે તેમને વિદ્યાર્થી દીઠ 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એપ્રિલ માસના ખર્ચ પેઠે અંદાજે 3 લાખ 25 હજાર જેટલા બાળકોના વાલીના ખાતામાં આ રકમ જમા કરાવવામાં આવશે. સરકારે આ માટે 50 કરોડ રુપિયાનો ખર્ચ કરવો પડશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કરેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

બહાર ફરતા લોકોને જેલમાં પણ ધકેલાશે 
લૉકડાઉનને પગલે જ્યાં તમામ રાજ્યમાં હાલ સંચારબંધી જેવી સ્થિતિ જાળવવાની સૂચના છે, તે છતાં અમુક લોકો હજુ પણ કોઇને કોઇ બહાને ઘરની બહાર ટહેલતા જોવા મળે છે. પરંતુ આવાં લોકો પર હવે પોલિસની ત્રીજી આંખ વોચ રાખી રહી છે. હવે શહેરોમાં પોતાની સોસાયટીના નાકે કે આંતરિક રસ્તાઓ પર ફરતાં લોકોને ડ્રોનની મદદથી પકડીને પોલિસ તેમની વિરુદ્ધ કડક પગલાં લેશે.

વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યાં

ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. જ્યારે રાજકોટમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કુલ 47 દર્દી નોંધાયા છે. આ સાથે જ રાજકોટમાં કુલ કોરોનાના 8 દર્દી થયા છે. જો કે આજે સવારે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર આવ્યા હતા. રાજ્યમાં 12 કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા,જે તમામ નેગેટિવ આવ્યા હતા.પરંતુ સાંજે રાજકોટમાં ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં બે પુરૂષ અને એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ક્યાં કેટલા કેસ પોઝિટિવ આવ્યાં?

અમદાવાદ - 15

વડોદરા - 8

રાજકોટ - 8

સુરત - 7

ગાાંધીનગર - 7

ભાવનગર - 1

કચ્છ - 1 

રાજ્યમાં 4 કરોડ લોકોનો ડોર ટુ ડોર સરવે, 118ને ચેપની આશંકા
આરોગ્ય સચિવ ડો. જયંતી રવિ એ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં 3 કરોડ, 50 લાખ, 69, 926 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે તેમાંથી 118 જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે અને તેમાંથી રાજ્યની અડધાથી વધારે વસ્તીનો સર્વે થઇ ગયો છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, 37,885 વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને 8,265 જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે. 
ઉલ્લેખનીય છે કે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એક પત્ર લખી જણાવ્યું છે કે છેલ્લા બે મહિના દરમિયાન વિદેશથી 15 લાખ લોકો ભારત આવ્યા હતા. તેમની દેખરેખમાં લાપરવાહી થઈ. પરિણામે કોરોનાનું સંકેટ વધી ગયું છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે અત્યારે પણ 1.87 લાખ લોકો દેખરેખ હેઠળ છે અને 35 હજારથી વધુ લોકો 28 દિવસનો ક્વોરન્ટાઈન પૂરું કરી ચૂક્યા છે. સિસ્ટમની લાપરવાહીને કારણે ભારત તેની કિંમત ચૂકવી રહ્યું છે.

દરરોજ 1000 ટેસ્ટ કરી શકાશે
જ્યારે આજે કોરોના વાઇરસના કુલ 88 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 33 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે બાકીના રિપોર્ટ પેન્ડિંગ છે. કોરોના વાઇરના ટેસ્ટિંગ માટે માન્યતા મળી જતા હવે રાજ્યમાં કુલ છ સરકારી લેબોરેટરી અને 2 ખાનગી લેબોરેટરીનેમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવશે. જેનાથી પ્રતિદિન 1000 જેટલા ટેસ્ટ કરી શકાશે.

બહાર જવા માટે ખોટું કારણ બતાવશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે

લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, બે શહેરોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગામડાઓમાં સ્થાનિક આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનમાં વધુમાં વધુ પોલીસનો ઉપયોગ થાય તે માટે સૂચના આપી છે. ખોટું કારણ બતાવશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે. તેમજ અત્યાર સુધી 54 રાહત કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત બહાર જતા 18 હજાર લોકોને રોકવામાં આવ્યા છે.

ગુજરાત અપડેટ
>>કોરોનાની મહામારીમાં સહાયરૂપ થવા ગુજરાત વકફ બોર્ડે મુખ્યપ્રધાન રાહતનિધિમાં 5 લાખ રૂપિયા આપ્યા.

>> NEET અને JEEની પરીક્ષા મે મહિનાના અંતમાં લેવાશે

<< શ્રમિકોએ ખાવાપીવા અને રહેવાની વ્યવસ્થા માટે હેલ્પલાઈન 1070નો સંપર્ક કરવો

<<સસ્તા અનાજની દુકાનોને બાયોમેટ્રિક સિસ્ટમમાંથી મુક્તિ આપી, લોકોને વતન મોકલવા 250 એસ.ટી.બસો મુકી

<<29 માર્ચ, 12 એપ્રિલ અને 19 એપ્રિલે યોજાનારી GPSCની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 

<< ગુજરાત IAS ઓફિસર્સ એસોસિયેશને મુખ્યમંત્રી રાહત ફંડમાં એક દિવસનો પગાર આપવાનો સંકલ્પ કર્યો છે.

<< ભાજપ પ્રદેશ અધ્યક્ષ વાઘાણી મુજબ, બોર્ડ નિગમોના ચેરમેનો,વાઇસ ચેરમેનો તેમજ  તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓના ભાજપના નગરસેવકો, શિક્ષણ સમિતિઓના તમામ સભ્યો તથા ટ્રાન્સપોર્ટ સમિતિઓના તમામ સભ્યો તેમનો એક મહિનાનો પગાર કોરોનાની આફતમાં સહાય કરવા માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવશે.

મૃત્યુ પામેલા ત્રણેય દર્દી મોટી વયના અને ગંભીર બિમારીથી પીડાતા હતા

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.

36 દર્દી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવ્યા 
ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના 44 પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 8, વડોદરામાં 8,ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. ગુજરાતના 47 પોઝિટિવ દર્દીઓ પૈકીના 36 દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે, જ્યારે અન્ય 18 દર્દીઓ પૈકીના 16 દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણે આંતરરાજ્ય મુસાફરી કરી હતી. આ વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આવા લોકો એટલે કે
ક્વોરેન્ટાઈન વ્યક્તિઓને 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

20,103 લોકોને 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા
ડૉ.જયંતી રવિએ આગળ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વોરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે. ગુજરાતમાં 20,103 લોકોને 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ પૈકીના 575 લોકો સરકારી ક્વોરેન્ટાઈનમાં અને 19,377 લોકો હૉમ ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે હોમ ક્વોરેન્ટાઈનનો ભંગ કરનારા 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું.

10 હજાર હેલ્થ વર્કરો દ્વારા ડોર ટૂ ડોર સર્વે
ડૉ. જયંતી રવિએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટૂ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 3 કરોડ, 50 લાખ, 69, 926 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાતની અડધાથી વધારે વસ્તીનો સર્વે કરીને લોકોના આરોગ્યની સાચી ચિંતા કરી છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, 37,885 વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને 8,265 જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે.અત્યાર સુધીમાં 118 જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે.ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમણે લોકોને પૂરતો સહયોગ આપવા અને આરોગ્યની સંભાળ રાખતા જે કર્મચારીઓ ડોક્ટરો ફરજ બજાવે છે તેમને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી