તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:જિલ્લામાં કોરોનાની ગતિ ધીમી પડી: 6 પોઝિટીવ કેસ; નડિયાદ, કપડવંજ, વસો અને મહેમદાવાદમાં કેસો નોંધાયા

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 6 દર્દીઓની સાથે કુલ આંક 1439 પર પહોંચ્યો છે. જેમાં નડિયાદ શહેરમાં 3 દર્દીઓ ઉપરાંત કપડવંજ, વસો અને મહેમદાવાદમાં પણ કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા હતા. રવિવારે નડિયાદના રામ તલાવડી નજીક આવેલા પેરેડાઇઝ ઓરામાં રહેતા 55 વર્ષના પુરૂષ, મનિષ પાર્ક સોસાયટીમાં રહેતા 34 વર્ષની યુવતી તથા પેટલાદ ફાટક નજીક આવેલા હરિકૃષ્ણ કોમ્પલેક્ષમાં રહેતા 56 વર્ષની ઉંમરના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત ફતેપુરાના જૂના મુવાડા, વસોની જમનાદાસની ખડકી તેમજ મોદજમાં પણ કોરોના પોઝિટીવ દર્દીઓ મળી આવ્યા છે. જિલ્લામાં હાલમાં 59 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 10 દર્દીઓ હોમઆઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 2 દર્દીઓ બાયપેપ પર અને 15 દર્દીઓ ઓક્સિજન સપોર્ટથી સારવાર લઇ રહ્યા છે. ખેડા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કેસો વધી રહ્યા છે. પરંતુ રેપીડ ટેસ્ટની કામગીરી પૂરતા પ્રમાણમાં કરવામાં આવતી નથી. જેના કારણે સંક્રમણ વધી ગયુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો