કોરોના ઈફેક્ટ / રાજ્યની તમામ સેન્ટ્રલ જેલમાં નવા કેદીઓનું પ્રવેશ પહેલા સ્ક્રેનિંગ, 8 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર

જેલમાં કામ કરતા કેદીઓ અને પોલીસ
જેલમાં કામ કરતા કેદીઓ અને પોલીસ

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 07:43 PM IST

અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઈરસના 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેને લઈને સમગ્ર રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે રાજ્યનું જેલ તંત્ર પણ કોરોના સામે લડવા માટે સજ્જ છે. અમદાવાદ સહીત રાજ્યભરમાં આવેલ સેન્ટ્રલ જેલમાં નવા પ્રવેશતા કેદીઓનું સૌ પ્રથમ સ્ક્રેનિંગ કરવામાં આવી રહ્યા છે જે બાદ જે તે વ્યક્તિના શરીરનું તાપમાન ચકાસવામાં આવે છે. જેલની અંદર જ 8 બેડનો આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેલની અંદર મેડીકલ તથા પેરામેડીકલની ટીમ પણ રાખવામાં આવી છે. કોઈ પણ કેદીને કોરોનાના લક્ષણો દેખાય તો તુરંત જ ડોક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવે છે.

બહારથી મળતું ટીફીન બંધ કર્યું
ઉપરાંત કેદીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નથી. પરંતુ વિડીયો કોન્ફરન્સથી કેદીને રજૂ કરવામાં આવે છે.રાજ્યની 25 જેલોના કેદીઓને 33 અદાલતોમાં વિડીયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવે છે. જેલમાં કેદીઓની મુલાકાત પણ બંધ કરાવી દેવામાં આવી છે,કોઈ અત્યંત જરૂરી મુલાકાત હોય તો તે વિડીયો કોન્ફરન્સ અને અંતર રાખીને મુલાકાત કરાવવામાં આવે છે. કેદીઓને બહારથી મળતું ટીફીન પણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેને બદલે જેલમાં બનાવેલું ભોજન જ આપવામાં આવે છે.

15000 જેટલા કેદીઓ માટે 93 જેટલા ડોકટર
રાજ્યના કુલ 15000 જેટલા કેદીઓ છે જેની સામે 93 જેટલા ડોકટરનો સ્ટાફ રાખવામાં આવ્યો છે જેમાં અલગ અલગ પ્રકારના ડોક્ટર છે.આ ઉપરાંત જેલમાં સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. કેદીઓ તથા જેલ સિપાહીઓને પણ માસ્ક આપવામાં આવ્યા છે. જેલ સિપાહીનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવે છે અને તેમાં પણ શંકા દેખાય તો તાત્કાલિક સારવાર માટે મોકલી આપવામાં આવે છે.

આમ દેશભરમાં 31 માર્ચ સુધી એલર્ટ છે ત્યારે હવે ગુજરાત પણ એલર્ટ પર છે અને રાજ્યનું જેલ તંત્ર પણ એલર્ટ છે 31 માર્ચ સુધી જેલ તંત્ર દ્વારા તમામ તકેદારીઓ રાખવામાં આવશે. જો કે હજુ સુધી જેલમાં કોઈ પણ કેદીને કોરોના વાઈરસના લક્ષણ હોય તેવું સામે આવ્યું નથી.

X
જેલમાં કામ કરતા કેદીઓ અને પોલીસજેલમાં કામ કરતા કેદીઓ અને પોલીસ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી