કોરોના રાજકોટ LIVE / રાજકોટ જિલ્લામાં 5 અને ભાવનગરમાં એક કેસ નોંધાયો, રાજકોટમાં 11 લોકોએ કોરોના સામે જીત મેળવી

આટકોટમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ
આટકોટમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ
X
આટકોટમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂઆટકોટમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ

  • રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 95 કેસ નોંધાયા

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 06:58 PM IST

રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આજદિન સુધીમાં કુલ 79 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી 62 વ્યક્તિઓને અગાઉ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જ્યારે આજે વધુ 11 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ 5 કોરોના પોઝિટિવ વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે રાજકોટમાં આજે લેવાયેલા 68 સેમ્પલમાંથી 63 નેગિટિવ અને 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં આટકોટમાં માતા-પુત્ર, ધોરાજીમાં બે અને એક રાજકોટ શહેરના એકનો સમાવેશ થાય છે.
આટકોટમાં માતા-પત્રને કોરોના પોઝિટિવ રિપોર્ટ
 આટકોટમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. અમદાવાદના નિકોલથી આટકોટ ચાર દિવસ પહેલા જ રહેવા આવેલા અશોકભાઈ ભાદાણી (ઉ.45)ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેમના પત્ની હીનાબેન (ઉં.વ.42) અને પુત્ર (ઉ.વ.15)ને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આથી તંત્રમા દોડધામ મચી ગઇ છે. આમ આટકોટમાં કુલ 3 અને જસદણનો 1 કેસ  સહિત જસદણ તાલુકામાં કુલ 4 કેસ થયા છે. તેમજ રાજકોટમાં આજે એક મળી રાજકોટ જિલ્લામાં આજે વધુ પાંચ નવા કેસ નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં કુલ 95 કેસ થયા છે. જ્યારે ભાવનગરમાં એક કેસ નોંધાયો છે.
જંગલેશ્વરમાં એક કેસ નોંધાયોરાજકોટમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. શહેરના જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતા આકિબભાઇ રહીમભાઇ પીપરવાડીયા નામના 25 વર્ષીય યુવાનને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 79 પર પહોંચી છે. 79 કેસમાંછી 62 સાજા થયા છે અને 16 દર્દી હાલ સારવાર હેઠળ છે. જ્યારે એકનું મોત નીપજ્યું છે.

અમદાવાદથી ભાવનગર આવેલા યુવાનને પોઝિટિવ રિપોર્ટ

ભાવનગરમાં ચાર દિવસના વિરામ  બાદ આજે એક પોઝિટિવ કેસ આવ્યો છે. ખેડૂતવાસ રેલવે પાટા પાસે રહેતા કિશનભાઇ દિનેશભાઇ ચૌહાણ (ઉં.વ.22) નામના યુવાન તા.20ના રોજ અમદાવાદથી ભાવનગર આવ્યા હતા. આથી તેઓમાં કોરોનાના લક્ષણો જણાતા સર ટી. હોસ્પિટલમાં દાખલ કરી તેનું સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાંથી છેલ્લે તા.19ના રોજ પોઝિટિવ કેસ આવ્યા બાદ ચાર દિવસ કોરોનાએ વિરામ લીધો હતો અને આજે એક કેસ આવતા આંક 113 પર પહોંચ્યો છે. જેમાંથી 8ના મોત 90ને  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 15 આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

રાજકોટ લોકડાઉન 4માં નિયમનો ભંગ કરનાર 7 વેપારી સામે કાર્યવાહી

રાજકોટમાં લોકડાઉનનો ભંગ કરનાર 7 વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 3 વેપારીએ ઓડ ઇવન ફોર્મ્યુલાનો ભંગ કર્યો હતો. જ્યારે 4 વેપારીએ 4 વાગ્યા બાદ પણ દુકાન ખુલ્લી રાખતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. આ તમામ વિરૂદ્ધ આઇપીસી 188 અને જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ શહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા 110 લોકો પાસેથી 22000નો દંડ વસુલવામાં આવ્યો છે. જ્યારે આજે રવિવાર હોવા છતાં ઓડ ઇવન ફોર્મ્યુલા પ્રમાણે શહેરના મોટાભાગવા વિસ્તારોમાં દુકાનો ખુલી રાખવામાં આવી હતી. આજે 24 તારીખ હોવાથી બેકી સંખ્યાની દુકાનો ખુલી રહી હતી. એટલે કે જે દુકાનો બહાર બે નંબરનું સ્ટીકર લાગેલું હતું તે દુકાનો ખુલી રાખવામાં આવી હતી..
(કરસન બામટા, આટકોટ)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી