કોરોના વાઇરસ / ભાવનગરના મૃતક વૃદ્ધની સાથે ASI દિલ્હીની ફ્લાઇટમાં સંપર્કમાં આવ્યા'તા, બાદમાં 3 મહિલા પોલીસ સહિત 14 પોલીસ જવાનો સંપર્કમાં આવ્યા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • તમામ પોલીસ જવાનોને હાલ હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 02:50 PM IST

ભાવનગર:  કોરોના વાઇરસના પોઝિટીવ વૃદ્ધનું ગઇકાલે 26 માર્ચે ભાવનગરમાં મોત નીપજ્યું હતું. આ વૃદ્ધ 8 માર્ચે ભાવનગરથી દિલ્હી ફ્લાઇટમાં ગયા હતા. બાદમાં 11 માર્ચે તેઓ ફ્લાઇટમાં પરત ફરતા હતા ત્યારે ભાવનગર હેડક્વાર્ટરના ASI તેના સંપર્કમાં આવ્યા હતા. ASIના સંપર્કમાં 3 મહિલા પોલીસ અને અન્ય 10 પોલીસ કર્મચારીઓ સંપર્ક આવ્યા હતા. આથી ભાવનગર પોલીસે તમામને હોમ ક્વોરોન્ટાઇન કર્યા છે. 

દિલ્હીથી આવેલા ASI 12 માર્ચે ફરજ પર હાજર થયા હતા

મૃતકના સંપર્કમાં આવેલા ASI 12 માર્ચે ફરજ પર હાજર થઇ ગયા હતા. આથી સાથે રહેલો પોલીસ સ્ટાફ, તેના ઘરના સભ્યો, મિત્રો પણ સંપર્કમાં આવ્યા હોવાથી કોરોનાની શંકા સેવાઇ રહી છે. તેમજ વૃદ્ધ જે તબીબ પાસે સારવાર કરાવી ત્યારપછી તબીબે પણે 10 દિવસ સુધી સેંકડો દર્દીની સારવાર કરી હતી. તબીબના સંપર્કમાં આવેલા દર્દીઓ તેના સગાઓ સહિત લાંબુ લચક લીસ્ટ બને તેવી સંભાવના છે. હાલ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.  

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી