તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Corona Pandemic Fatigue And Boredom Increase The Risk, The Transition Is Spreading Again Rapidly In America, Europe

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:મહામારીના થાક અને કંટાળાએ જોખમ વધાર્યું, અમેરિકા, યુરોપમાં સંક્રમણ ફરી ઝડપથી ફેલાવા લાગ્યું છે

વોશિંગ્ટન9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાભરમાં છેલ્લા દસ મહિનાથી આવન-જાવન અને અન્ય પ્રતિબંધોનો સામનો કરી રહેલા લોકોની ધીરજ હવે ખૂટવા લાગી છે
  • આરોગ્ય અધિકારીઓએ કેટલાક યુરોપિયન દેશોમાં US જેવી ગંભીર સ્થિતિ પેદા થવાની આશંકા વ્યક્ત કરી છે

કોરોના વાઈરસે જ્યારે દુનિયામાં ટકોરા માર્યા ત્યારે લોકોએ વિચાર્યું ન હતું કે, બીમારીનો સામનો આટલા લાંબા સમય સુધી કરવો પડશે. લોકોએ લગ્નો, હરવા-ફરવા અને અન્ય મુસાફરી આગળ લંબાવી દીધી હતી. જોકે, એક વર્ષ પુરું થવા આવ્યું છતાં વાઈરસ વિદાય લેવાનું નામ લેતો નથી. હવે દુનિયાના અનેક દેશોમાં સંક્રમણની એક અન્ય ખતરનાક બેકાબુ લહેર આવી છે. અમેરિકામાં ગયા સપ્તાહે 80 લાખથી વધુ કેસ નોંધાયા હતા. યુરોપમાં પણ કેસ વધી રહ્યા છે. બ્રિટનમાં નવા પ્રતિબંધો લાગુ કરાયા છે. ફ્રાન્સે પણ એલર્ટ જાહેર કર્યું છે. જર્મની, ઈટાલીમાં વિક્રમી કેસ નોંધાઈ રહ્યા છે. ચેક રિપબ્લિકમાં આરોગ્ય સેવાઓ ધ્વસ્ત થવાની સ્થિતિમાં છે.

વાઈરસના નાબૂદ થવાની આશા તુટી રહી છે. અનેક દેશોમાં લોકો બાર, રેસ્ટોરન્ટ, પારિવારિક આયોજનો, મનોરંજન સ્થળોમાં જવા લાગ્યા છે. નેધરલેન્ડ્સની માઈક્રોબાયોલોજિસ્ટ એન વોસેન કહે છે કે, ‘યુરોપમાં હવે લોકો બીમારીથી કંટાળી ગયા છે’. જે દેશોમાં વાઈરસે ફરીથી માથું ઊંચક્યું છે, ત્યાં લોકો નિશ્ચિંત થઈને ફરી રહ્યા છે. જે ખતરનાક છે. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, ‘વધતી અધીરાઈ એક નવો પડકાર છે. સંક્રમણ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે’. સૌથી વધુ પ્રભાવિત અમેરિકાની સ્થિતિ ગંભીર છે. ત્યાં વાઈરસની બે મોટી લહેર આવી ચુકી છે. યુરોપની સ્થિતિ પણ આવી જ થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિસર્ચરોનું અનુમાન છે કે, યુરોપમાં અડધી વસતી મહામારીનો થાક અને કંટાળો અનુભવી રહી છે. યુરોપ માટે સંગઠનના ડિરેક્ટર ડો. હાન્સ ક્લૂગ કહે છે કે, ‘લોકોએ ઘણો ત્યાગ આપ્યો છે. અસામાન્ય કિંમત ચૂકવી છે. લોકોની ધીરજ ખુટી ગઈ છે’.

અમેરિકા અને યુરોપમાં લોકો વચ્ચે હતાશા અને વિદ્રોહની લાગણી વધી રહી છે. અમેરિકામાં દક્ષિણ અને મધ્ય એટલાન્ટિક ક્ષેત્રોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત મધ્ય પશ્ચિમ અને પશ્ચિમી પર્વતિય વિસ્તારોમાં પણ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. શહેરોની સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં વાઈરસ પ્રવેશી ગયો છે. લોકો પણ ભારે તણાવ છે. નીલસન અનુસાર એરિકામાં મહામારી દરમિયાન દુકાનો પરથી દારૂનું વેચાણ 23% વધ્યું છે. ગયા સપ્તાહે વિસ્કોન્સિનમાં કોરોના દર્દીઓ માટે 530 પથારીની હોસ્પિટલ ફરી ખોલી દેવાઈ છે.

સ્પેનમાં ઉનાળાની ઋતુમાં યાત્રાઓ વધવાથી વસંતમાં નવી લહેર આવી છે. જર્મનીમાં ગુરુવારે 7334 વિક્રમી કેસ નોંધાયા છે. ઈટાલીમાં નવી લહેરના કારણે રાત્રે દસ કલાકથી કરફ્યુ લગાવવા વિચારણા ચાલે છે. ચેક રિપબ્લિકમાં છેલ્લા બે સપ્તાહમાં દોઢ લાખ નવા કેસ નોંધાયા છે. પોલેન્ડમાં પણ મોટી સંખ્યામાં કેસ નોંધાય છે.

શરૂઆતમાં લોકો વાઈરસથી ડરતા હતા, હવે નિશ્ચિંતતાનો ભાવ
અમેરિકન સાઈકોલોજિકલ એસોસિએશનમાં મનોવિજ્ઞાની વેલે રાઈટ કહે છે કે, ‘અગાઉ લોકોમાં ડર હતો. હવે સ્થિતિ અલગ છે. ભયનું સ્થાન થાકે લીધું છે.’ અગાઉની સરખામણીમાં વાઈરસના ઈલાજમાં ઘણો સુધારો થયો છે. છતાં પણ ચેપના ફેલાવાએ અમેરિકાના આરોગ્ય અધિકારીઓની ચિંતા વધારી છે. દુનિયાના કેટલાક દેશોમાં સંક્રમણ રોકવા કડક ઉપાય કરાયા છે. દક્ષિણ કોરિયા, જાપાન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ચીનમાં અનેક મહિનાથી સંક્રમણ કાબુમાં છે. જોકે, ચીનના ક્વિંગદાવ શહેરમાં ગયા સપ્તાહે એક ડઝન કેસ આવ્યા પછી શહેરના બધા લોકોનો ટેસ્ટ કરાઈ રહ્યો છે. હોંગકોંગ યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર સિદ્ધાર્થ શ્રીધરનું કહેવું છે કે, આ પ્રકારના ઉપાયોનો વિરોધ ઓછો થાય છે. તેના બદલે સરકાર પર વાઈરસ રોકવા જરૂરી પગલાંનું દબાણ બને છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો