નારાજગી / કોરોનાએ શિક્ષકોને પોસ્ટમેન બનાવ્યા: છાત્રોના ઘરે જઇ એકમ કસોટી નોટબૂક વહેંચવાનો ફતવો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • શિક્ષણ વિભાગના પરિપત્રના કારણે ભરૂચ જિલ્લાના શિક્ષકોમાં ભારે રોષ ફેલાયો 

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 09:44 AM IST

અંકલેશ્વરઃ કોરોના વાઇરસને કારણે શાળા-કોલેજો બંધ કરાવી દીધી પરંતુ શિક્ષણ વિભાગના ફતવાએ હવે શિક્ષકોને પોસ્ટમેન બનાવી દીધા. પ્રાથમિક શિક્ષકોએ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓના પેટ બુકલેટ ( એકમ કસોટી નોટબુક) વિતરણ, વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઇને પહોચાડવાનો પરિપત્ર કર્યો છે. જેના કારણે શિક્ષકોમાં રોષ ભભૂક્યો છે. 16થી 29 માર્ચ દરમિયાન શાળાઓ બંધ કરાવી છે.

જિલ્લાના શિક્ષકોમાં આક્રોશ ફેલાયો

એકમ કસોટીને વિદ્યાર્થીઓને અલગ નોટબુક રોજ એક એકમ કસોટી લખવા માટે સૂચના પણ આપવાનું તેમજ ઉપચારાત્મક કાર્યને અંતે પુનઃ કસોટી પણ લખાવવાની રહશે અને તેની ચકાસણી અંગેના હુકમો કરાતા જિલ્લાના શિક્ષકોમાં આક્રોશ ફેલાયો છે. વિદ્યાર્થીઓને ઘરે એકમ કસોટી નોટબુક પહોંચાડવા હુકમનું પાલન કરવું કપરુ છે. શિક્ષકો કહે છે કે, બાળકોને અન્ય વ્યક્તિ સાથે સંપર્ક કરવામાં રોક મુકી છે તો શિક્ષકો વિદ્યાર્થીના ઘરે જશે તો તેમની સાથે તો સંપર્ક થશે જ. શિક્ષક દરેક વિદ્યાર્થીને મળશે તો પછી શાળાઓ બંધ કરાયાનો અર્થ રહેતો નથી.

અંકલેશ્વરની એક શાળામાં 750 વિદ્યાર્થીઓ હોવાથી શિક્ષકોની તો અવદશા થઇ જશે
કોરોના વાઇરસને લઇ શાળા બંધ કરાવી છે. ત્યારે શાળા વિદ્યાર્થીઓની એકમ કસોટી પેટ બુકલેટ ધરે ધરે પહોંચાડવાનો સરકારનો નિર્ણય શિક્ષકોને હેરાન કરવાનો છે. અંકલેશ્વરની એક પ્રા.શાળામાં 750 થી વધુ વિદ્યાર્થીઓ છે. તો 750 વિદ્યાર્થીઓ ઘરે વિદ્યાર્થી લઇને કેવી રીતે પહોંચે વિચારો તેની શી અવદશા થાય શું કોરોના વાઇરસ શિક્ષકોને ન લાગી? શિક્ષકોમાં આ મુદ્દે ભારે આક્રોશ છે. આવેદનપત્ર આપી આંદોલન કરીશું.-હર્ષદ પટેલ, પ્રચારક મંત્રી, રાજ્ય પ્રા.શિક્ષક સંઘ

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી