તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Doctors Claim: Corona Infection Is A Good Sign Of No Taste, No Risk Of Getting Seriously Ill

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ડૉક્ટર્સનો દાવો- કોરોના સંક્રમણમાં સ્વાદ-સુગંધ ન આવે તે સારો સંકેત, ગંભીરપણે બીમાર પડવાનું જોખમ ઓછું

નવી દિલ્હી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંદાજે 40% કોરોના સંક્રમિતો હંગામી ધોરણે સ્વાદ અને સુગંધ ગુમાવી દે છે
  • ICUમાં પહોંચતા દર્દીઓમાં આ સમસ્યા ઘણી ઓછી

સ્વાદ અને સુગંધ હંગામી ધોરણે ગુમાવવા કોરોના સંક્રમણના મુખ્ય લક્ષણોમાં સામેલ છે. ઘણાં સંક્રમિતો તેનાથી બહુ ગભરાઇ જાય છે. જોકે, ભારતીય ડૉક્ટર્સની એક ટીમનો દાવો છે કે આ લક્ષણ હકીકતમાં સારો સંકેત છે. જે દર્દી સ્વાદ-સુગંધ ગુમાવે છે તેમને ગંભીર રીતે બીમાર પડવાનું જોખમ બહુ ઓછું હોય છે. જે દર્દીઓ સાથે આવું થાય છે તેમને શ્વસન સંબંધી ગંભીર તકલીફ નથી થતી. સામાન્ય રીતે આવી તકલીફ વાઇરસની 14 દિવસની સાઇકલના બીજા અઠવાડિયામાં આવે છે.

દુનિયાભરમાં કોરોના મહામારી હવે 10મા મહિનામાં પ્રવેશી ચૂકી છે. આ દરમિયાન લગભગ બધા જ દેશોમાં મોટી સંખ્યામાં દર્દીઓએ સ્વાદ-સુગંધ ગુમાવ્યા હોવાનું કહ્યું. જોકે, સામાન્ય રીતે 3-4 અઠવાડિયામાં સારું થઇ જાય છે. નોઇડા સ્થિત યથાર્થ હોસ્પિટલના ચેસ્ટ ફિઝિશિયન અને પલ્મનોલોજિસ્ટ ડૉ. અરુણ લખનપાલ તથા તેમની ટીમનું કહેવું છે કે કોરોનાના કારણે આઇસીયુમાં દાખલ થતા મોટાભાગનાં દર્દીઓની સ્વાદ-સુગંધ ગુમાવ્યાની હિસ્ટ્રી નથી. અંદાજે 40 ટકા દર્દીઓમાં સ્વાદ-સુગંધ ગુમાવ્યા હોવાનું સામે આવે છે અને તે દર્દીની સારવારની દ્રષ્ટિએ સારો સંકેત છે. મેદાંતા હોસ્પિટલના ડૉ. સુશીલા કટારિયા પણ ડૉ. લખનપાલની વાત સાથે સહમત છે. તેમણે કહ્યું કે સ્વાદ-સુગંધ ગુમાવનારા દર્દીઓને સામાન્ય રીતે ઓક્સીજન સપોર્ટની જરૂર નથી પડતી અને હોસ્પિટલાઇઝેશનની નોબત પણ બહુ ઓછી આવે છે.

તેમ છતાં એકેય લક્ષણને હળવાશથી ન લો, ટેસ્ટ જરૂર કરાવો
કોરોનાના ઘણાં દર્દીઓમાં સ્વાદ-સુગંધ જવાના પૂરા કારણો હજુ સ્પષ્ટ થઇ શક્યા નથી પરંતુ એવું મનાય છે કે વાઇરસ સેન્સ સાથે જોડાયેલી નર્વ્સને પ્રભાવિત કરતો હોવાથી આવું થાય છે. સ્વાદ-સુગંધ જવા એ માત્ર કોરોના પૂરતું મર્યાદિત નથી. શરદી, સાઇનસાઇટિસ જેવા સામાન્ય કેસથી માંડીને બ્રેન ટ્યૂમર જેવા ગંભીર કેસોમાં પણ આવું થઇ શકે છે. ડૉક્ટર્સની એવી પણ સલાહ છે કે એકેય લક્ષણ જણાય તો તેને હળવાશથી ન લો, કોરોના ટેસ્ટ કરાવો અને તમામ ગાઇડલાઇન્સનું પાલન કરો. બૉડી ટેમ્પ્રેચર અને ઓક્સીજન લેવલ નિયમિતપણે માપતા રહો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો