• Home
  • National
  • So far 191 cases: 2 more infected in Telangana, 2 patients in Maharashtra state critical

Corona Update Live India / અત્યાર સુધીમાં 248 કેસઃ એક દિવસમાં 40થી વધુ કેસ વધ્યા, ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓને ક્વોરેન્ટાઈનમાં મોકલાયા, કેરળમાં 17 નવા કેસ

મુંબઈ એરપોર્ટ પર માસ્ક પહેરેલા યાત્રીઓ
મુંબઈ એરપોર્ટ પર માસ્ક પહેરેલા યાત્રીઓ
So far 191 cases: 2 more infected in Telangana, 2 patients in Maharashtra state critical
મહારાષ્ટ્રના શહેરોમાં 30 માર્ચ સુધી જિમ બંધ કરવામાં આવ્યા બાદ લોકો ખુલ્લામાં કસરત કરી રહ્યાં છે.
મહારાષ્ટ્રના શહેરોમાં 30 માર્ચ સુધી જિમ બંધ કરવામાં આવ્યા બાદ લોકો ખુલ્લામાં કસરત કરી રહ્યાં છે.
So far 191 cases: 2 more infected in Telangana, 2 patients in Maharashtra state critical

  • દિલ્હીના શોપિંગ મોલમાં ગ્રોસરી, મેડિકલ અને શાકભાજી દુકાન ખુલ્લી રહેશે, ખાનગી કંપનીઓને સલાહ- વર્ક ફ્રોમ હોમ લાગુ કરે
  • મહારાષ્ટ્રમાં ચાર શહેર લોકડાઉન, ધોરણ 1થી 8 પરીક્ષા રદ્દ, વિદ્યાર્થીઓને જનરલ પ્રમોશન અપાશે

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 11:26 PM IST

નવી દિલ્હીઃ કેરળમાં શુક્રવારે પાંચ બ્રિટીશ નાગરિક સહિત કોરોના વાઈરસથી સંક્રમિતના 17 નવા કેસ સામે આવ્યા છે. કેરળના એર્નાકુલમમાં 5, કાસરગોડમાં 6 અને પલક્કડમાં 1 નવો કેસ સામે આવ્યો છે. મુખ્યમંત્રી પિનરઈ વિજયને જણાવ્યું હતું કે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 4 થઈ ગઈ છે. રાજ્યમાં સાત વિદેશી નાગરિક પણ સંક્રમિત છે. દેશમાં સંક્રમિતના કુલ કેસ 242 થઈ ગયા છે. આ અગાઉ રાજસ્થાનમાં પણ આઠ કેસની પૃષ્ટી થઈ છે. બીજી બાજુ દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં તમામ શોપિંગ મોલ બંધ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ગ્રોસરી, મેડિકલ અને શાકભાજી દુકાનો ખુલ્લી રહેશે. રવિવારે જનતા કર્ફ્યુ હેઠળ દિલ્હી મેટ્રો અને હરિયાણામાં બસ સર્વિસ બંધ રહેશે. વાયરસથી સૌથી વધારે મહારાષ્ટ્રના ચાર શહેરો મુંબઈ, પુના, નાગપુર અને પિંપરી ચિંચવડને લોકડાઉન કરવામાં આવ્યા છે. શહેરમાં જરૂરી સામાન મળતો રહેશે. દેશમાં આ સંક્રમણના કારણે પ્રથમ વખત લોકડાઉન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રથમ વખત ધો.1થી 8 સુધીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. તમામને જનરલ પ્રમોશન આપવામાં આવશે. બીજી બાજુ સેના પ્રમુખ જનરલ એમએમ નરવનેએ કોરોના સંક્રમણ સામે સજ્જ થવા સુરક્ષા દળોની તૈયારીની સમીક્ષા કરી હતી. આર્મી દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે 35 ટકા અધિકારી અને 50 ટકા જવાન 23 માર્ચથી એક સપ્તાહ સુધી ઘરેથી કામ કરશે. 30 માર્ચના રોજ બીજો સમૂહ વર્ક ફ્રોમ હોમ કરશે. કર્મચારીઓના પોસ્ટિંગ અને બદલીઓને મોકૂફ રાખવામાં આવી છે. 15 એપ્રિલ સુધી તમામ પ્રકારની રેન્કની હંગામી ડ્યુટીને રદ્દ કરી છે. જે કર્મચારી રજા ઉપર છે તેમની રજા 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.


રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રઘુ શર્માએ કહ્યું હતું કે ઈટાલીના નાગરિકનું કોરોનાથી નહીં પરંતુ બીજી બીમારીથી મોત થયું છે. ઈટાલીના 69 વર્ષના એન્ડ્રી કાર્લીનો 2 માર્ચે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો પરંતુ સારવાર પછી 15 માર્ચના રોજ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

સરકાર સાવધાનઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત રાજભવન પહોંચ્ય તો રાજ્યપાલ કલરાજ મિશ્રએ તેમને સેનિટાઈઝર આપ્યું.

અપડેટ્સ...

  • ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે સંસદમાં 18મી માર્ચના રોજ પ્રધાનોના સંપર્કમાં આવનાર પોતાના અધિકારીઓને સેલ્ફ ક્વારેન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે.

  • અમદાવાદમાં કોરોના વાઈરસના વધુ બે કેસ સામે આવતા કુલ કેસ 7 થયા
  • રવિવારે લોકો દ્વારા પાડવામાં આવનાર કર્ફ્યુ અંતર્ગત દિલ્હી મેટ્રો અને હરિયાણામાં બસ સર્વિસ બંધ રહેશે.
  • મહારાષ્ટ્રના ચાર શહેરો મુંબઈ, પુના, નાગપુર અને પિંપરી ચિંચવાડાને લોકડાઉન કરવામાં આવ્યા છે.
  • ગુજરાતઃ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રમુખ સેક્રેટરી જયંતિ રવિએ કહ્યું કે ગુજરાતમાં ત્રણ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. બે અમદાવાદ અને એક વડોદરામાં. રાજ્યમાં કુલ પાંચ કેસ થયા છે. અમદાવાદમાં જિલ્લામાં મળેલા સંક્રમિત ફિનલેન્ડ અને ન્યુયોર્કથી પરત ફર્યા હતા. વડોદરામાં મળેલો સંક્રમિત સ્પેનથી આવ્યો હતો. તેમણે કહ્યું કે રાજકોટમાં બુધવારે કોરોનાનો પોઝિટિવ કેસ મળ્યો હતો. આ વ્યક્તિ વિદેશથી મુંબઈ આવ્યો હતો અને ટ્રેનથી જામનગર પહોંચ્યો હતો
  • દિલ્હીઃ સરકારે સલાહ આપી છે કે રાજધાનીમાં સ્થિત તમામ પ્રાઈવેટ ઓફિસમાં 31 માર્ચ સુધી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી છે. સાથે જ ઘરડાઓ અને બાળકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હીમાં તમામ રેસ્ટોરન્ટ 31 માર્ચ સુધી બંધ કરાવવામાં આવી છે. ટેક-અવે અને હોમ ડિલીવરી થતી રહેશે. 31 માર્ચ સુધી એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ પણ બંધ રહેશે.
  • આંધ્ર્રપ્રદેશઃ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે વિશાખાપટ્ટનમમાં એક વ્યક્તિ સંક્રમિત છે, તે તાજેતરમાં જ સાઉદી અરબથી પરત ફર્યો હતો. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે.
  • દક્ષિણ પશ્ચિમ રેલવે: એક મહિલા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેણે પોતાનો પુત્ર ઈટલીથી પરત ફર્યો હોવાની માહિતી છુપાવી હતી. અધિકારીઓને માહિતી મળ્યા બાદ તેના પુત્રને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.
  • રાજસ્થાનઃ ગુરુવારે જયપુરમાં એક દંપતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તે 17 માર્ચે સ્પેનથી દુબઈ થઈને દિલ્હી પહોંચ્યા હતા. બાદમાં બંને 18 માર્ચે ટેક્સીથી જયપુર પહોંચ્યા. તેમની સાથે બે ડ્રાઈવરો અને હોટલ સ્ટાફના 4 લોકોને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કોરોનાવાઈરસના કારણે રાજસ્થાનમાં ઈટલીના એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરાનાને કારણે આ 5મું મોત થયું છે.
  • ઉતરાખંડઃ સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર જનરલ અમિતા ઉપરેતી કહ્યું કે ભારતીય વન સેવાના બે ટ્રેની અધિકારી કોરોના સંક્રમિત હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડેમી અને ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટયુટને અગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યા છે.
  • પં.બંગાળઃ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી પુરતી મદદ મળી રહી નથી. રાજ્ય સરકાર સંકટનો પોતાની શક્તિ પર કરી કરી છે. તેમણે આ વાત ગુરુવારે રાજ્ય સચિવાલયમાં હોસ્પિટલ પ્રતિનિધિઓની બેઠકમાં કહી હતી. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય વિભાગને બે લાખ માસ્ક અને 30 હજાર ગ્લાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 10 હજાર થર્મલ સ્કેનર અને 300 વેન્ટિલેશન મશીનનો ઓર્ડર આપવામાં આવ્યો છે. સરકારી મેડિકલ સ્ટાફના દરેક કર્મચારીને પાંચ લાખનો સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • દિલ્હીઃ દિલ્હીમાં તમામ રેસ્ટોરન્ટને 31 માર્ચ સુધી બંધ કરવામાં આવી છે. ટેક-અવે હોમ ડિલીવરી ચાલુ રહેશ. 31 માર્ચ સુધી એજ્યુકેશન ઈન્સ્ટીટયુટ પણ બંધ રહેશે. હવે એક જગ્યાએ 20થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહિ. પહેલા આ સંખ્યા 50 નક્કી કરવામાં આવી હતી.
  • પંજાબઃ અહીં ગુરુવારે સંક્રમણથી 70 વર્ષના એક વ્યક્તિનું મોત થયું હતું. દેશમાં કોરોનાવાઈરસના કારણે ચોથું મોત થયું છે. ત્રણ અન્ય મોત દિલ્હી, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં થયા છે.
મુંબઈમાં 64 વર્ષના વ્યક્તિના મોત બાદ શહેરમાં ડરનો માહોલ છે. પુના અને મુંબઈમાં સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ. લોકો જરૂરી કામ માટે ઘરની બહાર નીકળી રહ્યાં છે.

વડાપ્રધાનની અપીલ- આ રવિવારે ઘરેથી ન નીકળો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લા થોડા દિવસોથી એમ લાગી રહ્યું હતું કે આપણે આ સંકટથી બચેલા છીએ. વૈશ્વિક મહામારી કોરોનાથી નિશ્ચિત થઈ જવાનો આ વિચાર યોગ્ય નથી. પીએમએ લોકોએ અપીલ કરી કે જનતા કર્ફ્યુ લગાવે. આ અંતર્ગત રવિવારે એટલે કે 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી લોકો કર્ફ્યુનું પાલન કરે. તેનો અર્થ એ છે કે જનતા પોતે કર્ફ્યુનું પાલન કરે. તેમણે કહ્યું કે કોરોના જેવી લડાઈ માટે ભારત કેટલું તૈયાર છે, તે જોવાનો પણ પ્રયાસ થશે. જનતા કર્ફ્યુની સફળતા અને તેના અનુભવ આપણને આવનારા પડકારો માટે તૈયાર કરશે. વડાપ્રધાને એ પણ કહ્યું કે રવિવારે સાંજે 5 વાગે પોતાના ઘરમાં તાળી વગાડીને, થાળી વગાડીને, ઘટડી વગાડીને એક-બીજાનો આભાર વ્યક્ત કરો અને આ વાઈરસ સામે લડવા એકતા બતાવો.

કોંગ્રેસે કહ્યું- અમે સરકારની સાથેઃ મોદી રાષ્ટ્રના સંબોધન બાદ પાર્ટી પ્રવક્ત અજય માકને કહ્યું કે કોરોના સામે લડવા માટે મોદી સરકારની સાથે છીએ.

168 ટ્રેન 31 માર્ચ સુધી રદ રહેશે

રેલવેએ મુસાફરોની અછતને જોતા 20 માર્ચથી 31 માર્ચ સુધી 168 ટ્રેનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાવચેતીના પગલા તરીકે જમ્મુના રઘુનાથ મંદિર અને દિલ્હીના ઈસ્કોન મંદિરમાં પણ દર્શન બંધ કરવામાં આવ્યા છે. ઉતરાખંડના હરિદ્વારમાં જિલ્લા એડમિનિસ્ટ્રેશને 31 માર્ચ સુધી ગંગા આરતીમાં આમ લોકોના જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે આ દરમિયાન આરતી નિયમત રીતે થશે. બીજી તરફ ચેન્નાઈ એરપોર્ટ પરથી ઉડાન ભરતી 50 ઈન્ટરનેશનલ અને 34 ડોમેસ્ટિક ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે.

X
મુંબઈ એરપોર્ટ પર માસ્ક પહેરેલા યાત્રીઓમુંબઈ એરપોર્ટ પર માસ્ક પહેરેલા યાત્રીઓ
So far 191 cases: 2 more infected in Telangana, 2 patients in Maharashtra state critical
મહારાષ્ટ્રના શહેરોમાં 30 માર્ચ સુધી જિમ બંધ કરવામાં આવ્યા બાદ લોકો ખુલ્લામાં કસરત કરી રહ્યાં છે.મહારાષ્ટ્રના શહેરોમાં 30 માર્ચ સુધી જિમ બંધ કરવામાં આવ્યા બાદ લોકો ખુલ્લામાં કસરત કરી રહ્યાં છે.
So far 191 cases: 2 more infected in Telangana, 2 patients in Maharashtra state critical

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી