• Home
 • National
 • 171 cases so far: women returning from Britain in Chandigarh infected; Banning of people in Haridwar till 31st March in Ganga Aarti

Corona Update Live India / દેશમાં કોરોનાવાઈરસના કારણે ચોથું મોત, પંજાબમાં એક દર્દીએ જીવ ગુમાવ્યો, અત્યાર સુધીમાં 177 કેસ

171 cases so far: women returning from Britain in Chandigarh infected; Banning of people in Haridwar till 31st March in Ganga Aarti
171 cases so far: women returning from Britain in Chandigarh infected; Banning of people in Haridwar till 31st March in Ganga Aarti
171 cases so far: women returning from Britain in Chandigarh infected; Banning of people in Haridwar till 31st March in Ganga Aarti

 • વડાપ્રધાન મોદી કોરોનાવાઈરસના ખતરા અને બચાવને લઈને આજે રાતે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે
 • તેલંગણામાં બુધવારે સૌથી વધુ 8, રાજસ્થાન અને કર્ણાટકમાં ત્રણ-ત્રણ મામલાઓ પ્રકાશમાં આવ્યા
 • સફદરજંગ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીએ આત્મહત્યા કરી, ઓસ્ટ્રેલિયાના સિડનીથી પરત ફર્યો હતો 
 • રિલાયન્સ  ઈન્ડસ્ટ્રીઝે તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છુટ આપી

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 05:35 PM IST

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસના કારણે આજે પંજાબમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. કોરોનાવાઈરસના વધતા પ્રકોપને જોતા ICSE બોર્ડે ધો.10 અને 12ની પરીક્ષાઓ ટાળી છે. આ પહેલા કેન્દ્ર સરકારે CBSEને તેના દ્વારા લેવાતી પરીક્ષાઓ ટાળવા માટે કહ્યું છે. દેશમાં ગુરુવારે કોરોનાવાઈરસ સંક્રમિતોની સંખ્યા 177 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 5, ચંદીગઢ અને છત્તીસગઢમાં 1-1 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ચંદીગઢમાં 23 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે તાજેતરમાં જ બ્રિટનથી પરત ફરી છે. JEEની મુખ્ય પરીક્ષાની નવી તારીખ પણ 31 માર્ચે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જાહેર કરવામાં આવશે. મુંબઈમાં ડબ્બાળાએ પણ પોતાની સેવાઓ બંધ કરી છે. અહીં રોજ 5000થી વધુ ડબ્બાવાળા 60 કિલોમીટરના અંતરમાં બે લાખ લોકો સુધી ઘરનું ખાવાનું પહોંચાડે છે. ડબ્બાવાળા એસોસિએશને જણાવ્યું કે જો સ્થિતિ સારી રહી તો એક એપ્રિલથી સેવાઓ શરૂ કરવામાં આવશે. ઈન્ડિગોએ તેના કર્મચારીઓના વેતનમાં કાપ મૂક્યો છે. મુસાફરો ઘટવાને પગલે એરલાઈનને નુકસાન થઈ રહ્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છુટ આપી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(RIL) સમગ્ર દેશમાં સતત વધી રહેલા કોરોનાવાઈરસના કેસના પગલે તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છુટ આપી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી કોરોનાવાઈરસના પગલે તેમના કર્મચારીઓ અને બિઝનેસનું સતત ફોલોઅપ લેતા રહેશે. તેઓ આ માટે દર ત્રણ દિવસે આ માટે મિંટિગ પણ કરશે. નેવી મુબઈ સ્થિતિ રિલાયન્સ કોર્પોરેટ અને તેના જામનગર સ્થિત પેટ્રોકેમ કોમ્પલેક્સમાં કોરોનાને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલા પણ લેવામાં આવ્યા છે

168 ટ્રેન કાલથી 31 માર્ચ સુધી રદ રહેશે

રેલવેએ મુસાફરોની અછતને જોતા 20 માર્ચથી 31 માર્ચ સુધી 168 ટ્રેનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાવચેતીના પગલા તરીકે જમ્મુના રઘુનાથ મંદિર અને દિલ્હીના ઈસ્કોન મંદિરમાં પણ દર્શન બંધ કરવામાં આવ્યા છે. ઉતરાખંડના હરિદ્વારમાં જિલ્લા એડમિનિસ્ટ્રેશને 31 માર્ચ સુધી ગંગા આરતીમાં આમ લોકોના જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે આ દરમિયાન આરતી નિયમત રીતે થશે. બીજી તરફ ચેન્નાઈ એરપોર્ટ પરથી ઉડાન ભરતી 50 ઈન્ટરનેશનલ અને 34 ડોમેસ્ટિક ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે.

બુધવારે દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 28 કેસો પ્રકાશમાં આવ્યા છે. રાજસ્થાન અને કર્ણાટકમાં ત્રણ-ત્રણ, દિલ્હી અને ઉતર પ્રદેશમાં બે-બે, મહારાષ્ટ્ર, હરિયાણા, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુમાં એક-એક મામલો પ્રકાશમાં આવ્યો છે. આ સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે.
બુધવારે દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 28 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. રાજસ્થાન અને કર્ણાટકમાં ત્રણ-ત્રણ, દિલ્હી અને ઉતર પ્રદેશમાં બે-બે, મહારાષ્ટ્ર, હરિયાણા, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુમાં એક-એક મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાતે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે.

રઘુનાથ મંદિર ડોગરા રાજાઓએ 1835 અને 1865ની વચ્ચે બનાવ્યું હતું.

અપેડ્ટ્સ...

 • દેશમાં કોરોનાવાઈરસના કારણે આજે પંજાબમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
 • કોરોના વાઈરસના પગલે પાકિસ્તાને બે સપ્તાહ માટે વાઘા બોર્ડરને બંધ કરી
 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છુટ આપી
 • ઈન્ડિગોએ તેના કર્મચારીઓના વેતનમાં કાપ મૂક્યો છે. મુસાફરો ઘટવાને પગલે એરલાઈનને નુકસાન થઈ રહ્યું છે.
 • છત્તીગઢમાં કોરોનાવાઈરસનો પ્રથમ કેસ નોંધાયો છે. સંક્રમિત મહિલાની ઉંમર 24 વર્ષ છે, તે રવિવારે લંડનથી રાયપુર આવી હતી. આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી છે.
 • મહારાષ્ટ્રમાં યવતમાલની હોસ્પિટલમાં કોરોનાવાઈરસના ત્રણ દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બાદમાં અહીંના લોન્ડ્રી સ્ટાફે હોસ્પિટલના કપડા ધોવાની ના પાડી છે.
 • નોઈડામાં એચસીએલ ટેકનોલોજીનો એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે તેણે વિદેશમાંથી પરત ફર્યા બાદ પોતાને આઈસોલેટ કર્યો હતો.
 • ઉતર પ્રદેશમાં લખીમપુર ખીરમાં સંક્રમણના બે મામલાઓ પ્રકાશમાં આવ્યા છે
 • કર્ણાટકમાં કોરોનાવાઈરસનો વધુ એક પોઝિટિવ કેસ મળ્યો છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા વધીને 155 થઈ છે.
 • ICSE બોર્ડે ધો.10 અને 12ની પરીક્ષાઓ ટાળી
 • રેલવેએ ટ્રેનો રદ કરતા મુસાફરોને કેન્સેલેશન ફી કાપ્યા વગર 100 ટકા રિફન્ડ કરાશે.
 • મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસનો વધુ એક કેસ નોંધાયો.
 • પુનાની 32 વર્ષીય મહીલા જે તાજેતરમાં જ નેધરલેન્ડથી દુબઈ થઈને પુના પરત ફરી હતી. તેનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની માહિતી આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી હતી.
 • નેપાળ બોર્ડર પર વાહનોની અવર-જવર બંધ કરવામાં આવી
 • દિલ્હીમાં ઈસ્કોન મંદિર ગુરુવારથી 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યું છે.
 • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે વિદેશથી આવનાર દરેક વ્યક્તિનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવશે ભલે એ પછી વીવીઆઈપી હોય.
 • સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણેએ બુધવારે જેસલમેર સ્થિત ક્વારેન્ટાઈન સેન્ટરનું નિરીક્ષણ કર્યું. અહીં વિદેશથી લાવવામાં આવેલા ભારતીયોને રાખવામાં આવ્યા છે.
 • તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખરે કોરોનાવાઈરસથી બચવા માટે ગુરુવારે ઉચ્ચસ્તરીય ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે લોકોને ઉત્સવો અને ભીડ વાળી જગ્યો પર ન જવાનો અનુરોધ કર્યો છે.

દિલ્હીમાં દર્દીનો આપઘાત
દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીએ સાતમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. પંજાબના 35 વર્ષીય ચરણજીત સિંહ નામના આ દર્દીને બુધવારે સવારે નવ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તે 2019થી ઓસ્ટ્રેલિયામાં હતો. સિડનીથી ભારત પરત ફર્યા પછી દિલ્હી એરપોર્ટ પર તેણે માથામાં સખત દુ:ખાવાની ફરિયાદ કરી હતી.
CBSEની ધો.10-12, JEE-મેઇન્સની સહિત દેશની તમામ યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત
કોરોનાના વધી રહેલા કહેરને કારણે કેન્દ્ર સરકારે સીબીએસઈની ધો.10 અને ધો.12ની પરીક્ષા 31 માર્ચ સુધી સ્થગિત કરી છે. આ સાથે જ જેઈઈ મેઇન્સ અને દેશભરની તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ સ્થગિત કરી દેવાઈ છે. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. રિલાયન્સે દેશ-વિદેશના તેના તમામ 1.94 લાખ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે. જો કે ટેલિકોમ, હોસ્પિટલ અને કરિયાણા સ્ટોર જેવી જરૂરી સેવા માટે રોટેશનના આધારે 10 ટકા કર્મચારી કામ પર જશે. મહારાષ્ટ્ર સરકારે 50 ટકા સરકારી કર્મચારીઓને ઘરે રહેવા જણાવ્યું છે. અડધા કર્મચારી એક દિવસ ઓફિસે જશે. બાકીના કર્મચારી બીજા દિવસે ઓફિસે જશે. ઉત્તરાખંડ સરકારે તેની તમામ ઓફિસ 19થી 24 માર્ચ સુધી બંધ કરી દીધી છે.

ઈરાનથી 195, કુઆલાલુમ્પુરથી 185 ભારતીયોને લાવવામાં આવ્યા
ભારત સરકારે બુધવારે ઈરાનથી 195 અને કુઆલાલુમ્પુરથી 185 ભારતીયોને બહાર કાઢ્યા હતા. દરેકને આઇસોલેશન સેન્ટર મોકલી દેવામાં આવ્યા છે. રક્ષા પ્રવક્તા સોમ્બિત ઘોષે કહ્યું- સેનાનું વિશેષ વિમાન ઈરાનથી દરેક લોકોને લઇને રાજસ્થાનના જેસલમેર એરપોર્ટ લાવવામાં આવ્યું હતું. સ્ક્રિનીંગ બાદ તેમને આર્મીના આઇસોલેશન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. આ પહેલા 16 માર્ચના 289 ભારતીય નાગરિકોને લાવવામા આવ્યા હતા. આન્ધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ઇન્ટરનેશનલ એરપોર્ટના નિદેશક એમ રાજકિશોરે કહ્યું- કુઆલાલુમ્પુરથી વિદ્યાર્થીઓને એર એશિયાના પ્લેનથી વિશાખાપટ્ટનમ એરપોર્ટ લાવવામાં આવ્યા છે. તેમને આગામી 28 દિવસો માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

કેન્દ્રએ CBSE સહિત અન્ય પરીક્ષાઓ 31 માર્ચ સુધી ટાળવા માટે કહ્યું
પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે CBSEને તેના દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓને 31 માર્ચ સુધી ટાળવા માટે કહ્યું છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સેક્રેટરી અમિત ખરેે કહ્યું કે JEEની મુખ્ય પરીક્ષાઓની તારીખ 31 માર્ચે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જાહેર કરવામાં આવશે.

100 ટ્રેન રદ કરવામાં આવી

ભારતીય રેલવેએ સાવચેતીના પગલા રૂપે 100થી વધુ ટ્રેનોને રદ કરી છે. પશ્ચિમ-મધ્ય રેલવે અને ઉતર રેલવેએ 11-11 ટ્રેન રદ કરી છે. અધિકારીઓએ મંગળવારે ઝોનલ રેલવે કેટરિંગ સ્ટાફ માટે નિર્દેશ આપ્યા કે શરદી, ખાંસી, તાવથી પીડિત કોઈ પણ કર્મચારીને ખાવા-પીવાની જવાબદારી ન સોંપવામાં આવે.

X
171 cases so far: women returning from Britain in Chandigarh infected; Banning of people in Haridwar till 31st March in Ganga Aarti
171 cases so far: women returning from Britain in Chandigarh infected; Banning of people in Haridwar till 31st March in Ganga Aarti
171 cases so far: women returning from Britain in Chandigarh infected; Banning of people in Haridwar till 31st March in Ganga Aarti

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી