તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:રવિવારી બજારમાં કોરોના રજા રાખે !

ગોંડલ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાને ભૂલીને રવિવારી બજારમાં ઊમટી પડેલા લોકોએ કોરોનાને સીધુ આમંત્રણ આપ્યું.
  • ગોંડલની બજારમાં ભારે ભીડ સર્જી લોકો સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો કરી કોરોના ને આપી રહ્યાં છે આમંત્રણ

એક બાજું કોરોનાની બીજો રાઉન્ડ આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા મોટાં શહેરોમાં રાત્રી કર્ફ્યુ અમલી કરાયો છે.બીજી બાજુ ગોંડલમાં પણ કોરોના પોઝિટિવ વધી રહ્યા છે પણ લોકો બેદરકારી દાખવી ખુલ્લેઆમ ઘુમી રહ્યા હોય સંક્રમણનો ભય ઉભો થયો છે. મોંઘીબા સ્કુલ સામે ભરાતી રવિવારી બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. બેખૌફ બની લોકો બજારમાં ઘુમી રહ્યા હતા.મોટાભાગનાં લોકો એ માસ્ક પણ પહેર્યા નહોતા.લોકો ને જાણે કોરોના નો કોઈ ભય ન હોય તેવાં દ્રષ્યો જોવા મળ્યાં હતાં.

ગુજરાત ભર કોરોના એ ફરી કહેર મચાવ્યો છે અને તંત્ર ધંધે લાગ્યું છે ત્યારે ગોંડલ માં તંત્ર દ્વારા રવિવારી બજારો બંધ કરાવી સંક્રમણને અટકાવવા ગંભીરતા દાખવવી જરુરી છે. કોરોનાની બીજી લહેરમાં લોકોની બેદરકારીથી કોરોનાને ખુલ્લું આમંત્રણ મળી રહયું છે.શહેર ની બજારોમાં પણ ભીડ અને ટ્રાફિક જામ થઇ રહ્યો છે, લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે.મોટાં ભાગનાં લોકો માસ્ક પહેર્યા વગર નજરે પડે છે. ગોંડલ કોરોના સંક્રમિત બને તે પહેલાં તંત્ર દ્વારા ગાઇડલાઇનની અમલવારી કડક હાથે થાય તેવી લોક માંગ પ્રબળ બની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો