કોરોનાવાઈરસ / ટ્રેનોમાં ભીડ ઘટાડવા 20 માર્ચથી રેલવે ટિકિટ પર કન્સેશન બંધ

ફાઇલ તસવીર.
ફાઇલ તસવીર.

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 09:26 PM IST
અમદાવાદ: રેલવે બોર્ડ દ્વારા કોરોના વાઈરસના ભયને ધ્યાનમાં રાખીને તેના ચેપને રોકવા માટે અનેક નિવારક પગલા લેવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં, રેલવે બોર્ડે 20 માર્ચ, 2020 થી મુસાફરોને બધી છૂટછાટો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ટ્રેનોમાં ભીડને કાબૂમાં લેવા માટે લેવામાં આવ્યો છે. પરંતુ રેલવે ટિકિટની છૂટ વિદ્યાર્થી, દિવ્યાંગ અને દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે. હાલની પરિસ્થિતિમાં, રેલવે ટિકિટ છૂટછાટ અટકાવવાનો હેતુ કોરોના વાયરસ (કોવિડ - 19) ના ચેપને રોકવા માટે ટ્રેનોમાં ભીડ ઘટાડવાનો છે.રાહત પરનો પ્રતિબંધ રેલવે બોર્ડ તરફથી આવતા આદેશો મળે ત્યાં સુધી અમલમાં રહેશે.
X
ફાઇલ તસવીર.ફાઇલ તસવીર.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી