તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધાર્મિક:માતાનામઢ હાઇવે પર કોરોના કરફ્યૂ

કચ્છ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બરાબર એક વર્ષ પહેલા વાહનોની દસ કિ.મી. લાંબી લાઇ હતી : એ જ સ્થળે ચાલુ વર્ષે સન્નાટો

કોરોનાના કારણે ધાર્મિક સ્થળો અને તહેવારો પર વ્યાપક અસર થઇ છે. સંક્રમણ વધે નહીં તે માટે હાલ દેશ દેવી મા આશાપુરાના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં અાવ્યા છે. જેના પગલે નવરાત્રિમાં લાખો ભાવિકો માતાનામઢ ઉમટતા હોય છે ત્યાં હાલ નિરવ શાંતિ જોવા મળી રહી છે. અહીંના માર્ગો પર જનતા કરફ્યૂ જેવી સ્થિતિ છે. સામાન્ય રીતે આસો નવરાત્રીના એકાદ અઠવાડિયા પહેલાથી જ કચ્છના માર્ગો પદયાત્રી તથા માતાનામઢ જતા વાહનોથી ધમધમી ઉઠતા હોય છે. પરંતુ આ વખતે મંદિર નવરાત્રિના બંધ હોવાનું જાહેર થતાં હજારો યાત્રીકો કોરોનાની પરવા કર્યા વગર અધિક માસમાં જ માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતાં ! ઉપરની બન્ને તસવીરો ગત વર્ષ અને ચાલુ વર્ષની સ્થિતિ સમજાવે છે. પ્રથમ તસવીર ગત વર્ષ બીજા નોરતાંની છે. માતાનામઢથી રવાપર સુધી દસેક કિમીવાહનોની લાંબી કતારો જોવા મળી હતી. તો બીજી તસવીર રવિવારે તા.18/10/20ના બીજા નોરતાની છે. આ જ માર્ગ પર સન્નાટો જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો