તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે દિવસે માસ્ક, રાત્રે કર્ફ્યૂ:કોરોના 2.0, આજથી અમદાવાદમાં દિવસનો કર્ફ્યૂ ખતમ, રાતનો યથાવત્; માસ્ક માટે કડકાઈ થશે

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યૂ પછી હવાની શુદ્ધતા સુધરી છે. 4 દિવસ અગાઉ અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ની નજીક હતો. રવિવારે 97 નોંધાયો હતો.
  • અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રે કર્ફ્યૂનો કડક અમલ થશે
  • CMએ કહ્યું- માસ્ક જ હાલ કોરોનાની દવા, નહીં પહેર્યું હોય તો 1000નો દંડ
  • ગુજરાતમાં કોરોનાના 1495 નવા કેસ, 48 દિવસ પછી 13ના મોત થયા
  • કોરોનાને કારણે થતાં મોતની સંખ્યા સવા મહિના પછી બે અંકોમાં પહોંચી
  • એર ક્વોલિટી ઇન્ડેક્સ ક્યાંક 74 તો ક્યાંક 119 થયો, કર્ફ્યૂ પહેલાં 100થી 130ની વચ્ચે હતો

ગુજરાતના ચાર શહેરોમાં અ્ને અમદાવાદમાં બે દિવસ શનિ-રવિ દિવસ કરફયું જાહેર કર્યા પછી નાગરિકોને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી હતી કે, સંક્રમણથી ઘરના વડીલોને બચાવવા યુવાનો નિયમો પાળે. સાંજથી રાત્રિ દરમિયાન પાનના ગલ્લા,રેસ્ટોરન્ટ,ચાની લારી પર ભીડ એકત્રિત કરવાનું યુવાનો ટાળે તેવી પણ અપીલ રૂપાણીએ કરી હતી.

બહાર ન નીકળવા રૂપાણીની અપીલ
રૂપાણીએ કહ્યું હતું કે, તહેવારો બાદ વિવિધ રાજયોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે એટલે અમદાવાદમાં તાત્કાલિક કરફ્યુનો અમલ કરાવવો પડયો છે, આ સાથે અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટમાં સોમવારથી સવારે 6થી રાત્રે 9 કલાક સુધી કર્ફ્યૂનો અમલ કર્યો છે. મુખ્યમંત્રીએ 4 શહેર ઉપરાંત રાજ્યના અન્ય શહેર અને ગામડાઓમાં દિવસ કે રાત્રિ દરમિયાન બિનજરૂરી બહાર જવાનું ટાળવાની અપીલ કરી છે.

રવિવારે મોતની સંખ્યા ત્રણ ગણી થઈ
દરમિયાનમાં ગુજરાતમાં એક દિવસમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાં દર્દીઓની સંખ્યા ફરી પાછી બે આંકડામાં પહોંચી છે. છેલ્લે 16 ઓક્ટોબરે ગુજરાતમાં કુલ 11 દર્દીઓ મૃત્યુ પામ્યાં હતાં જ્યારે રવિવારે 13 દર્દીઓ મૃત્યુ પામ્યાં છે. એકલા અમદાવાદ શહેરમાં જ કોરોનાને કારણે 8 દર્દીઓના મોત થયાં છે. ઉલ્લેખનીય છે કે એક સમયે સમગ્ર રાજ્યમાં એક દિવસમાં માત્ર ચાર જ મોત નોંધાયા હતા તેને સ્થાને રવિવારે તે સંખ્યા ત્રણ ગણા કરતાં વધી ગઇ હતી. હવે ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 3,859 પર પહોંચ્યો છે. સૂરત શહેરમાં 2, જ્યારે બનાસકાંઠા, ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં 1-1 દર્દીના મોત થયાં હતાં. રાજ્યમાં મૃત્યુદર 2 ટકા છે.

એક્ટિવ કેસનું પ્રમાણ વધ્યું
આ તરફ છેલ્લાં 24 કલાકમાં 1,495 નવા કેસો નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 1.97 લાખ પર પહોંચી છે. હાલ ગુજરાતમાં 13,600 દર્દીઓ સારવાર હેઠળ છે એટલે કે એક્ટિવ કેસ છે. આ સાથે ગુજરાતમાં કુલ કેસની સામે એક્ટિવ કેસનું પ્રમાણ થોડું વધ્યું છે અને તે હવે 6.8 ટકા થયું છે. રાજ્યમાં દર દસ લાખની વસ્તીએ 2,905 લોકો સંક્રમિત થઇ ચૂક્યાં છે.

5 લાખથી વધુ લોકો હોમ ક્વોરન્ટીન
ગુજરાતનો રીકવરી રેટ હાલ 91.2 ટકા જેટલો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1.80 લાખ જેટલાં દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રવિવારે પણ 1,167 દર્દીઓ સાજા થયાં હતાં. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 63,739 ટેસ્ટ કરાયાં હતાં અને કુલ ટેસ્ટ વધીને હવે 72.35 લાખ થયાં છે. ગુજરાતમાં હાલ 93 દર્દીઓ વેન્ટિલેટર પર છે તથા 5.02 લાખ લોકો ક્વોરન્ટીન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો