તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Controversy Over Twitter's Claim Of Kashmir As Part Of China, Calls For Action Against Twitter

વિવાદ:ટ્વિટરે કાશ્મીરને ચીનનો હિસ્સો ગણાવતા વિવાદ, ટ્વિટર સામે કાર્યવાહી કરવાની માંગણી

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ફેલો કંચન ગુપ્તાએ આ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે ટ્વિટર હવે ભૂગોળ બદલવા જઈ રહ્યું છે. તે જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો ગણાવે છે.

અમેરિકી સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો ગણાવી દેતા વિવાદ થયો છે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ફેલો કંચન ગુપ્તાએ આ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે ટ્વિટર હવે ભૂગોળ બદલવા જઈ રહ્યું છે. તે જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો ગણાવે છે. શું આ ભારતીય કાયદાનું ઉલ્લંઘન નથી. તેમણે આઈટી મંત્રી રવિશંકર પ્રસાદને પણ ટેગ કર્યા હતા. ભારતના નાગરિક નાની ભૂલ કરે તો પણ સજા ભોગવતા હોય છે. તો અમેરિકી જાયન્ટ ટેક કંપની કાયદાથી ઉપર છે તેવો સવાલ તેમણે કર્યો હતો.

આ ઘટના પછી અનેક લોકોએ ટ્વિટરની વિરુદ્ધ લખ્યું હતું અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદને ટ્વિટર સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. આટલી મોટી સોશિયલ મીડિયા કંપની આવા બેવકૂફથી ભર્યા નિર્ણય લે તે માટે તેને જવાબદાર ઠેરવવી જોઈએ.

2012માં આવી ભૂલ કરી હતી
ટ્વિટરે 2012માં પણ આવી ભૂલ કરી હતી. તે સમયે પણ જમ્મુ-કાશ્મીરને ટ્વિટરે ચીનનો હિસ્સો ગણાવ્યો હતો. ત્યારે ટ્વિટરે તેને ટેકનિકલ ખામી ગણાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો