• Home
  • National
  • Controversy over Sai Baba's birthplace, Shirdi closed indefinitely

મહારાષ્ટ્ર / શિરડી રવિવારથી અનિશ્ચિત સમય માટે બંધ, ઉદ્ધવે પાથરીને સાંઈ બાબાનું જન્મસ્થાન ગણાવ્યું હતું; સ્થાનિક લોકોમાં રોષ

સાંઈ બાબાને લઈને ફેલાઈ રહેલી અફવાઓની વિરુદ્ધ શિરડી બંધની જાહેરાત કરવામાં આવી છે.
સાંઈ બાબાને લઈને ફેલાઈ રહેલી અફવાઓની વિરુદ્ધ શિરડી બંધની જાહેરાત કરવામાં આવી છે.

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવે કહ્યું હતું- શિરડી સાંઈ બાબાની કર્મભૂમિ અને પાથરી જન્મભૂમિ
  • ઉદ્ધવે કહ્યું હતું- પાથરીનો સાંઈ બાબાની જન્મભૂમિ તરીકે વિકાસ કરવા માટે 100 કરોડ રૂપિયા આપવામાં આવશે
  • ઉદ્ધવની જાહેરાત બાદ શિરડીના લોકોએ વિરોધ શરૂ કર્યો, સાંઈ મંદિરના દર્શનને અસર થશે નહિ

Divyabhaskar.com

Jan 17, 2020, 10:53 PM IST

મુંબઈઃ શિરડી રવિવારથી અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે. આ નિર્ણય શિરડીના સ્થાનિકોએ લીધો છે. આ નિર્ણય લેવા પાછળનું કારણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપેલું નિવેદન છે. આ નિવેદનમાં પાથરીને સાંઈ બાબાનું જન્મસ્થાન ગણાવ્યું હતું. ઉદ્ધવે કહ્યું હતું કે પાથરીને સાંઈની જન્મભૂમિ તરીકે વિકાસ કરવા માટે 100 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે શિરડી સાંઈ બાબાની કર્મભૂમિ હતી અને પાથરી જન્મભૂમિ.

મુખ્યમંત્રી ઠાકરેના નિવેદન બાદ વિવાદ

થોડા દિવસો અગાઉ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે પરભણી જિલ્લાની નજીક પાથરી ગામમાં જે જગ્યાએ સાંઈ બાબાનો જન્મ થયો હતો, ત્યાં 100 કરોડ રૂપિયાના વિકાસના કામ કરીશું અને પાથરી ગામમાં આ પ્રોજેક્ટને અમલમાં લાવવામાં આવશે. મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ સાંઈ બાબાના જન્મના ગામ પાથરીના લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન બાદ અહમદનગર જિલ્લાના શિરડીના લોકોમાં આક્રોશ છે. શિરડીના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર સ્પષ્ટ એ વાત નથી કહેતી કે પાથરીમાં જન્મ સ્થાન હોવાને કારણે આ વિકાસ કાર્ય કરવામાં આવી રહ્યું નથી ત્યાં સુધી શિરડી શહેર અનિશ્ચિત રીતે બંધ રહેશે.

શિરડી રવિવારથી અનિશ્ચિત સમય માટે બંધ રહેશે

શિરડીની ગ્રામ પંચાયતનું કહેવું છે કે શિરડીને રવિવારથી અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવશે. આ દરમિયાન માત્ર સાંઈ બાબનું મંદિર જ ખુલ્લું રહેશે. શહેરમાં કોઈ પણ દુકાન, હોટલ અને આશ્રમ ખુલ્લા રહેશે નહિ. શિરડીથી ચાલતા વાહનોને પણ ચલાવવામાં આવશે નહિ.

શનિવારે થશે અંતિમ બેઠક

આ નિર્ણયને અમલમાં લાવવા માટે અંતિમ ચર્ચા શનિવારે સાંજે શિરડી ગામ સમાજ કરશે. આ માટે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શિરડી આવનારા શ્રદ્ધાળુંઓને કોઈ તકલીફ ન થાય આ માટે 2 દિવસ પહેલેથી જ શિરડી બંધનો સંદેશ સમગ્ર દેશમાં અપાઈ રહ્યો છે. શિરડી સાંઈ નગરના લોકોનું કહેવું છે કે મુખ્યમંત્રી પાથરી ગામમાં 100 કરોડ નહિ પરંતુ 200 કરોડનું વિકાસ કામ કરે તેની સાથે તેમને કોઈ વાંધો નથી, પરંતુ તે જગ્યાને શિરડીનું જન્મ સ્થાન ગણાવવું તે અમને માન્ય નથી. પાથરી ગામને સાંઈ બાબાના જન્મ સ્થાન તરીકે ઓળખવામાં આવે તે પણ અમને સ્વીકાર્ય નથી

X
સાંઈ બાબાને લઈને ફેલાઈ રહેલી અફવાઓની વિરુદ્ધ શિરડી બંધની જાહેરાત કરવામાં આવી છે.સાંઈ બાબાને લઈને ફેલાઈ રહેલી અફવાઓની વિરુદ્ધ શિરડી બંધની જાહેરાત કરવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી