તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Controversy Over Power Generation From Sardar Sarovar Dam Again, Madhya Pradesh Rs. 904 Crore Electricity Claim, Gujarat Demanded Rs 5 Crore Against Rejection

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સરદાર સરોવર ડેમમાંથી વીજ ઉત્પાદન મામલે ફરી વિવાદ, મધ્યપ્રદેશે રૂ. 904 કરોડનો વીજ ક્લેમ કર્યો, ગુજરાતે ફગાવી સામે પાંચ કરોડ માગ્યા

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરદાર સરોવર ડેમની ફાઇલ તસવીર.

મધ્યપ્રદેશ-ગુજરાત વચ્ચે વીજળીના ક્લેમનો નવો વિવાદ સર્જાયો છે. મધ્યપ્રદેશે દાવો કર્યો છે કે, ગુજરાતે સરદાર સરોવર ડેમ માટેના કરાર મુજબ વીજ ઉત્પાદન કર્યું નથી, જેથી મધ્યપ્રદેશને બહારથી વીજળી ખરીદવાની જરૂર પડી છે, જેનો 904 કરોડ રૂપિયાનો ક્લેમ થાય છે. આ ક્લેમને ગુજરાત સરકારે એવું કહી ફગાવ્યો છે કે, મધ્યપ્રદેશે જો ઇન્દિરા સાગર ડેમમાં પાણી ન અટકાવ્યું હોત તો વીજ ઉત્પાદન કર્યું હોત. પાણી અટકાવ્યું હોવાથી ગુજરાતને જ 10 મિલિયન યુનિટ (એક કરોડ યુનિટ)નું નુકસાન થયું છે. આથી મધ્યપ્રદેશ પાસેથી જ ગુજરાતે પાંચ કરોડ લેવાના થાય છે. આ મામલો હવે સરદાર સરોવર જળાશય નિયમન સમિતિમાં પહોંચ્યો છે.

મધ્યપ્રદેશ પોતાના ક્લેમ પર અડગ
9 નવેમ્બરની બેઠકમાં મધ્યપ્રદેશે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો, પરંતુ ગુજરાતે મધ્યપ્રદેશ સમક્ષ જ દાવો માંડ્યો હતો. હવે ગુજરાતના દાવાને ફગાવવા મધ્યપ્રદેશ આ અઠવાડિયે પોતાનો જવાબ નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી અને ગુજરાતને મોકલશે. મધ્યપ્રદેશ પોતાના ક્લેમ પર અડગ છે. વીજળીની રકમની સાથે મધ્યપ્રદેશે કુલ 7 હજાર 326 કરોડનો દાવો ગુજરાત સરકાર સામે કર્યો છે. તેમાં પુનર્વસનની રકમનો પણ સમાવેશ થાય છે. આ અંગે નર્મદા ઘાટી વિકાસના એડિ. ચીફ સેક્રેટરી આઈસીપી કેસરીએ જણાવ્યું છે કે, મધ્યપ્રદેશ પોતાના ક્લેમના પક્ષમાં છે. આ વાતને એનસીએમાં રજૂ કરાશે. ટૂંક સમયમાં જ જવાબ તૈયાર કરી ગુજરાત અને એનસીએને મોકલવામાં આવશે.

બંને રાજ્ય વચ્ચે ત્રણ વર્ષથી વિવાદ

  • 2017-18: સરદાર સરોવર ડેમમાંથી 88 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન ઓછું કરાયું હોવાના એમપીના આ દાવાને ગુજરાત સરકારે ઘટાડીને 21 મિલિયન યુનિટ ગણાવ્યો. બાદમાં કહ્યું હતું કે, તેને તો 10 મિલિયન યુનિટનું નુકસાન થયું છે.
  • 2018-19: ગુજરાતે વીજળી પેદા ન કરી અને પાણી ભરી રાખ્યું. જૂનમાં વીજળી પેદા કરવાની હતી. એમપીએ કહ્યું કે, તમે વીજ ઉત્પાદન કર્યું હોત તો 877 મિલિયન યુનિટ વીજળી મળી હોત.
  • 2019-20: ત્યાર બાદ 877 મિલિયન યુનિટ વીજળી પેદા ન થઈ. એમપીએ કહ્યું કે, ગત વર્ષની જેમ ગુજરાતે પાણી અટકાવીને રાખ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો