તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કમોસમી વરસાદ:આસોમાં ખંડ વર્ષા, ભાવનગરના પૂર્વમાં 67 મી.મી. તો પશ્ચિમમાં 37 મી.મી. વરસાદ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિહોરથી ભાવનગરમાં આ સિઝનમાં 500 મી.મી. વધુ વરસાદ

ભાવનગર શહેરમાં આ વર્ષે ખંડવર્ષાનું પ્રમાણ વધ્યું છે.આજે તેનું વધુ એક દ્રષ્ટાંત મળ્યું જેમાં ભાવનગરના પૂર્વ વિસ્તારમાં સવારે 67 મી.મી.વરસાદ વરસી ગયો જ્યારે પશ્ચિમ વિસ્તારમાં માત્ર 37 મી.મી. વરસાદ નોંધાયો હતો. આમ બન્ને વિસ્તાર વચ્ચે 30 મી.મી.નો ફરક જોવા મળ્યો હતો.

ભાવનગરના સુભાષનગર, મહિલા કોલેજ, ડોન, ડાયમંડ, ક્રેસન્ટ, તિલકનગર, બોરડી ગેઇટ, ઘોઘા સર્કલ, ભરતનગર, સરદારનગર સહિતના પૂર્વના વિસ્તારોમાં સવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જોરદાર વરસાદથી એરપોર્ટ ખાતે હવામાન વિભાગની કચેરીમાં 67.8 મી.મી. એટલે કે 2.7 ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ગઢેચી-વડલા, દેસાઇનગર, લાલ ટાંકી, આરટીઓ, ચિત્રા સહિતના પૂર્વના વિસ્તારમાં 37 મી.મી. એટલે કે 1.48 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ભાવનગર અને સિહોર આ બે તાલુકા જેની હદ અડીને આવી છે તે બન્ને વચ્ચે વરસાદમાં 500 મી.મી. જેટલો જબ્બર તફાવત નોંધાયો છે. ભાવનગર શહેરમાં કુલ વરસાદ 1041 મી.મી.થયો છે જ્યારે સિહોરમાં 549 મી.મી. વરસાદ નોંધાયો છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો