અમદાવાદ / 431 ફૂટ ઉંચા મા ઉમિયાના મંદિરનું નિર્માણ, ‘ઉમિયા યાત્રા પરિભ્રમણ’ રેલી, 1500થી વધુ બાઈક અને 300થી વધુ કાર જોડાઈ

28 અને 29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે
431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે
431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે
બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે
બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે

  • આ રેલી અમદાવાદના વિવિધ વિસ્તારમાં 37 કિમીમાં ફરશે
  • યાત્રામાં લગભગ 10 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો જોડાશે
  • 52 ગજ ની મા ઉમિયાની ધજા પણ લાવવામાં આવી 

Divyabhaskar.com

Feb 27, 2020, 03:58 PM IST

અમદાવાદ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વૈષ્ણોદેવી જાસપુર ખાતે વિશ્વનું સૌથી ઊંચું અને ભવ્ય જગત જનની મા ઉમિયાનું મંદિર બનવા જઈ રહ્યું છે. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે. શિલાન્યાસ સમારોહના પ્રસંગે આજે 27 ફેબ્રુઆરી ગુરૂવારના રોજ અમદાવાદમાં ‘ઉમિયા યાત્રા પરિભ્રમણ’ અર્થાત બાઈક-કાર રેલી યોજવામાં આવી છે. આ રેલીનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે રેલીનું ઘાટલોડિયાના પાટીદાર ચોકથી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં 52 ગજની મા ઉમિયાની ધજા પણ લાવવામાં આવી હતી આ રેલી અમદાવાદના વિવિધ વિસ્તારમાં 37 કિમીમાં ફરશે. જેમ બાઈક-કાર રેલીમાં લગભગ 1500થી વધુ બાઈક, 300થી વધુ કાર, 15 ટ્રેક્ટર, 16 આઈશર જોડાઇ છે. રેલી અલગ અલગ વિસ્તારમાં ફરી સાંજે 4 કલાકે વિશ્વ ઉમિયાધામ જાસપુર પહોંચશે. આ યાત્રામાં લગભગ 10 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો જોડાશે.

100 વીઘા જમીનમાં 1 હજાર કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ

431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. આ શિલાન્યાસ સમારોહમાં સંતો, મહંતો અને પાટીદાર અગ્રણીઓ સામેલ થશે. બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે.

28 ફેબ્રુઆરી 2020
- સવારે 8થી 12 કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણ પ્રતિષ્ઠા

- જગત જનની માં ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાશે
- બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જ્વારા શોભાયાત્રા સાથે માં ગંગાના પવિત્ર જળ ભરેલાં 108 કળશનું સ્વાગત અને પૂજન કરાશે
- સાંજે 4 કલાકે દાતાઓનો અભિવાદન સમારોહ યોજાશે

29 ફેબ્રુઆરી 2020
- સવારે 8 કલાકે મુખ્ય કૂર્મ શિલા સહિત 9 શિલાઓનું દાતાઓના હસ્તે પૂજન
- સાંજે 4 કલાકે મુખ્ય કાર્યક્રમ શિલાન્યાસ સમારોહ
- શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ (BAPS)અને શ્રી શ્રી રવિશંકર(આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન) આશીર્વચન આપશે
- શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારતભરના 21 કરતાં વધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે
- શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે

X
431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે431 ફૂટ ઉંચા મંદિરનું 100 વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે
બે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશેબે દિવસના આ સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના 2 લાખ ભક્તો ઉમટી પડશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી