તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ:ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી રૂટમાં વધુ એક જહાજ મુકવા વિચારણા

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રો-પેક્સ ફેરી સર્વિસને આરંભથી જ પ્રબળ પ્રતિસાદ
  • દિવાળીના પર્વમાં સડક માર્ગના બદલે ફેરી સર્વિસથી પરિવહન કરવાનું લોકોએ પસંદ કર્યું

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વ્યાવસાયિક અને સામાજિક દ્રષ્ટિકોણથી સાપેક્ષ સંબંધ રહ્યો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નાગરિકોને એકબીજાના મલકમાં જવા-આવવા માટે સડક માર્ગનું સહારો લેવો પડતો હતો. પરંતુ હવે જળમાર્ગે રૂપ એક ફેરી સર્વિસ ઉપલબ્ધ બનતા નાગરિકો તેને પ્રાધાન્ય આપી રહ્યા છે.

રો પેક્સ ફેરી સર્વિસના સંચાલક ઈન્ડિગો સિવેઝ ના જણાવ્યા પ્રમાણે, ફેરી સર્વિસ ને મળી રહેલા આવકારથી અમે આવનારા દિવસોમાં વધુ એક જહાજ આ રૂટ પર ચલાવવા માટે વિચારણા કરી રહ્યા છીએ. જહાજ શેડ્યુલ ટાઇમ પ્રમાણે ચાલી રહ્યું છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના નાગરિકોને આ સર્વિસ સવલતભરી બની રહી છે.

પાલિતાણા મોખડકાના હરજીભાઈ ના જણાવ્યા પ્રમાણે, અમે વ્યવસાય અર્થે સુરતમાં સ્થાયી થયા છીએ પરંતુ મારું વતન ભાવનગર જિલ્લામાં આવેલું છે તેથી અહીં અવરજવર મહિનામાં રહે છે. હવે જળમાર્ગે રૂપ એક ફેરી સર્વિસ શરૂ થવાથી અમારા માટે સગવડતા વધી ગઈ છે. કિશોરભાઈ વસાણી સુરતમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સંકળાયેલા છે અને ગારિયાધાર તાલુકાના વતની છે. તેઓના જણાવ્યા પ્રમાણે હું મારી કાર લઇ અને રૂપ એક ફેરી સર્વિસમાં હજીરા થી બેસી ગયો હતો અને ઘોઘા શેડ્યુલ ટાઇમ પ્રમાણે ચાર કલાકમાં પહોંચી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો