તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દાવેદારી:કોંગ્રેસ જાગી, પાલિકા ચૂંટણી માટે ફોર્મ ભરાવવાનું શરૂ કર્યું

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે જ 100 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

આગામી દિવસમાં સુરત મનપાની ચુંટણી યોજાનાર છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિએ તો ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો પાસેથી ઉમેદવારી ફોર્મ ભરાવાના શરૂ કર્યા છે. આજે પ્રથમ દિવસે જ 100 ફોર્મ ઉપડી ગયા હતા અને તમામ 100 લોકોએ ફોર્મ ભરી ને દાવેદારી નોધાવી દીધી છે. જ્યારે ચૂંટણીને લઇ હજુ શહેર ભાજપ તરફથી કોઇ હિલચાલ જોવા મળી રહી નથી.

કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર તરીકે દાવેદારી કરવા માંગતા લોકો ભાઠેના નસરવાંજી પાર્ક સ્થિત કોંગ્રેસ કાર્યલય ખાતેથી ઉમેદવારી ફોર્મ મેળવી શકે છે. આ ફોર્મ જરૂરી વિગતો સાથે ભરીને કોંગ્રેસ કાર્યલય ખાતે સાત દિવસમાં જમા કરાવવાનું રહેશે. શહેર કોંગ્રેસ દ્વારા મંગળવારે જ ઉમેદવાર નોંધાવવા માટેનું ફોર્મ જાહેર કર્યું હતું. શહેરમાં 27 ગામ અને બે નગર પાલિકાના સામાવેશ થયા બાદ જાહેર થયેલા નવા વોર્ડ સીમાંકનમાં કોંગ્રેસના પ્રભુત્વવાળા વોર્ડમાંથી કોંગ્રેસનો એકડો નિકળી જાય તેવા ફેરફાર કરાયા છે. જેથી કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના દમ પર જ ચૂંટણી લડવી પડશે. 30 વોર્ડ અને 120 બેઠક પર ચૂંટણી માટે આગામી દિવસમાં તારીખ જાહેર કરાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો