તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Congress Does Not Know My Principles, I Will Remain In BJP Till Death: Nitin Patel

મને કોંગ્રેસમાં આવવાનું કહેનાર મારા સિદ્ધાંતો નથી જાણતા, હું ભાજપમાં છું અને ભાજપમાં જ મરવાનો છું: નીતિન પટેલ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મને કોંગ્રેસમાં આવવાનું કહેનારને હું ચીમકી આપું છું કે હું તમે ખોવાઇ ગયા છો એનાથી વધુ ખોવાઈ જસો : નીતિન પટેલ

ગાંધીનગરઃ વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વિશે કોંગ્રેસના નેતાઓ અલગ-અલગ નિવેદન આપીને પોતાની રાજનીતિ ચલાવતા હોવાની વાત કરીને આક્રમક મૂડમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું છેકે હાલ મારા નામનો ઉપયોગ કરનાર તમામને હું ચીમકી આપું છું કે મારા નામનો ઉપયોગ ન કરો. હાલ તો કોંગ્રેસમાં ભાગદોડ મચી છે. તમે મારા નામથી રાજનીતિ ના કરો, તમે ખોવાઈ ગયા છો એનાથી વધુ ખોવાઈ જશો.
નીતિન પટેલ કોંગ્રેસમાં અવવાની વાતો કરીને કૉંગ્રેસ નેતા પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે. આ વાતથી નીતિન પટેલ ઉશ્કેરાઈ ગયા હતા.અને કહ્યું હતું કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ મરીશ. મને રાજપા વખતે પણ અનેક લાલચો આપી પણ હું પહેલા પણ મારી વાત પર અડગ છું હું કોઈ લાલચથી પ્રેરાયો નથી અને ક્યારેય પ્રેરાઇશ નહીં.

બોલ્યા ભરતજી અને નીતિનભાઈ ભરતસિંહને આડે હાથે લીધા 
બે દિવસથી કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જવાના છે તે વાતથી રાજકીય ગરમાવો આવી ગયો છે. આ બધાની વચ્ચે આજે કોંગ્રેસના નેતા અને બેચરજીના ધારાસભ્ય ભરત જી ઠાકોરે કહ્યું કે નીતિનભાઈ 15 ધારાસભ્યો સાથે અમારી સાથે આવી શકે છે. આ વાત થોડીવારમાં ભાજપના મોટા નેતાઓ સુધી પહોંચી ગઈ હતી. અને નિતિન ભાઈને આ વાતની જાણ થતાં તેઓ તાબડતોબ મીડિયા સમક્ષ પહોંચી ગયા હતા.તેની સાથે તેઓ ભાજપના છે અને એવી વાતો કરી પણ તેમને કોંગ્રેસના કયા નેતાએ આ કહ્યુ એ ભૂલી ગયા. નીતિન પટેલ એટલા બધા આક્રમક હતા કે તેઓ ભરત જી ઠાકોરની જગ્યાએ ભરતસિંહની સામે આક્ષેપ કરતા રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો