• Home
  • National
  • Congress alleges Rs 170 crore from Hyderabad company, Aiker department sends notice

ટેક્સ ચોરી / કોંગ્રેસ પર હૈદરાબાદની કંપની પાસેથી 170 કરોડ રૂપિયા લેવાનો આરોપ, આવાક વેરા વિભાગે નોટિસ મોકલી

Congress alleges Rs 170 crore from Hyderabad company, Aiker department sends notice

  • દેશમાં 42 સ્થાનો પર મોટા વેપાર સમૂહો પર છાપો માર્યો, 3300 કરોડ રૂપિયાની ટેક્સચોરીનો ખુલાસો
  • આયકર વિભાગે નવેમ્બરની શરૂઆતમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ઇરોડ, પૂણે, આગ્રા અને ગોવામાં રેડ કરી હતી
  • આઇટી વિભાગે કહ્યું- દક્ષિણ ભારતમાં આર્થિક રૂપે નબળા વર્ગ માટે ઘર બનાવવાના પ્રોજેક્ટમાં ટેક્સ ચોરી કરવામાં આવી
  • કોંગ્રેસ અને આન્ધ્રપ્રદેશની એક અન્ય રાજકીય પાર્ટીના પદાધિકારી પણ આઇટી વિભાગના રડાર પર

Divyabhaskar.com

Dec 03, 2019, 07:49 PM IST

નવી દિલ્હી: આવક વેરા વિભાગે મંગળવારે હૈદરાબાદની એક ફર્મ પાસેથી મોટી રકમ લેવાના મુદ્દે કોંગ્રેસ પાર્ટીને નોટિસ જાહેર કરી હતી. કોંગ્રેસે કથિત રીતે આ ફર્મ પાસેથી 170 કરોડ રૂપિયાની રકમ ફન્ડ તરીકે મેળવી હતી. વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસેથી આ મુદ્દે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(સીબીડીટી)ના અધિકારીઓ પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કામ કરનારા અગ્રણી વેપાર સમૂહો પર દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસને હૈદરાબાદ સ્થિત ' મેઘા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્જિનિઅરીંગ' પાસેથી મોટી રકમ મોકલવાનો ખુલાસો થયો હતો. આ મામલામાં કોંગ્રેસ અને આન્ધ્રપ્રદેશની એક રાજકીય પાર્ટીના અમુક પદાધિકારીઓ પણ આઇટી વિભાગના રડાર પર છે.

તપાસમાં 4.19 કરોડ રૂપિયા રોકડા અને 3.2 કરોડના આભૂષણ મળ્યા
આવક વેરા વિભાગે બોગસ કરારો દ્વારા 3300 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી પકડી હતી. તપાસ દરમિયાન 4.19 કરોડ રોકડ અને 3.2 કરોડના આભૂષણ જપ્ત કરવામાં આવ્યા હતા. કાયદાકીય બેન્કિંગ પદ્ધતિ સિવાય ગેરકાયદે રીતે પૈસાની લેવડદેવડને હવાલા કહેવામાં આવે છે.

આઇટીએ કહ્યું- કેશ જનરેશનનું એક મોટું રેકેટ
આઇટીની ટીમે નવેમ્બરની શરૂઆતમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, ઇરોડ, પુણે, આગ્રા અને ગોવામાં ઘણા વેપાર સમૂહો પર રેડ કરી હતી. 42 સ્થાનો પર થયેલી આ કાર્યવાહીમાં ફેક બિલ દ્વારા હવાલા કરનારા સંગઠિત સમૂહનો ખુલાસો થયો હતો. આ દરમિયાન કોર્પોરેટ્સ, હવાલા ઓપરેટરો અને પૈસા ટ્રાન્સફર કરવાના સમગ્ર નેટવર્કની માહિતી મળી હતી. વિભાગે તેને કેશ જનરેશનનું એક મોટું રેકેટ કહ્યું હતું. આવક વેરા વિભાગને માહિતી મળી હતી કે આ ગેન્ગના સભ્યો બોગસ બીલ જાહેર કરીને હવાલા દ્વારા મોટી રકમની લેવડ દેવડ કરી રહ્યા હતા. વિભાગ પ્રમાણે આ કંપનીઓએ દક્ષિણ ભારતમાં આર્થિક રૂપે નબળા વર્ગના લોકો માટે બનનારા ઘરોના પ્રોજેક્ટમાં પણ ટેક્સ ચોરી કરી હતી.

આન્ધ્રપ્રદેશમાં એક વ્યક્તિને 150 કરોડ રૂપિયાથી વધુની રોકડની ચૂકવણી
સીબીડીટીએ કહ્યું, “આવક વેરા વિભાગને આન્ધ્રપ્રદેશની એક મહત્વપૂર્ણ વ્યક્તિને 150 કરોડ રૂપિયાથી વધુની રકમ રોકડમાં ચૂકવણી થઇ હોવાના પુરાવા મળ્યા છે. ” સીબીડીટીએ કહ્યું કે તેમાંથી મોટાભાગની કંપનીઓ એનસીઆર અને મુંબઈમાં સ્થિત છે. તેમાંથી એક કંપની પર એપ્રિલમાં કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

X
Congress alleges Rs 170 crore from Hyderabad company, Aiker department sends notice

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી