તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:આંકડા છુપાવાતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ ‘ અમદાવાદ જિલ્લામાં કોરોનાના 100ની સામે 20 જ કેસ બતાવાય છે’

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે જિલ્લામાં 23 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદ જિલ્લામાં દિવાળી પછી કોરોના પોઝિટિવ કેસ વધી ગયા છે, પરંતુ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કોરોના પોઝિટિવના રોજ 100ની સામે 20 કેસ બતાવી આંકડા છુપાવવાનું તરકટ રચવામાં આવ્યું હોવાનો જિલ્લા કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કરતા કહ્યું કે, સાણંદ, ધોળકા, વિરમગામ, ધંધુકામાં વધુ કેસો છતાં આંકડા છુપાવાય છે. જિ. પંચાયતના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે, પેટા ચૂંટણી બાદ મારી તબિયત સારી ન હોવાથી મારી પાસે પૂરતી જાણકારી નથી. આરોગ્ય વિભાગની કામગીરીની સોમવારે સમીક્ષા કરાશે.

બીજી તરફ રવિવારે જિલ્લામાં 23 કેસ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ વિરમગામમાં 6 અને દસ્ક્રોઈમાં 5, બાવળામાં 2, ધંધુકામાં 1, ધોળકામાં 3, સાણંદમાં 4, માંડલમાં 2 કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કુલ 3846 કેસ નોંધાયાં છે અને 59નાં મૃત્યુ નિપજ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો