વિશ્વ સમુદાયમાં ચિંતા / અમેરિકા-ઈરાન વચ્ચેની તંગદિલીથી ચિંતાનો માહોલ, વિશ્વભરના દેશોએ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે બન્ને પક્ષને સંયમ રાખવા અપીલ કરી

બગદાદમાં અમેરિકાના દૂતાવાસના મુખ્ય દરવાજાને તોડી આગ લગાડતા દેખાવકારો
બગદાદમાં અમેરિકાના દૂતાવાસના મુખ્ય દરવાજાને તોડી આગ લગાડતા દેખાવકારો

  • ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટમાં કહ્યું- ઈરાનના 52 જેટલા સ્થળો અમારા નિશાના પર છે
  • યુરોપિયન યુનિયન, ફ્રાંસ, રશિયા, ચીન, કતાર, લેબેનોન જેવા દેશોએ શાંતિ માટે અપીલ કરી છે

Divyabhaskar.com

Jan 05, 2020, 02:30 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના હુમલામાં ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાનીના મૃત્યુ બાદ સમગ્ર મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધનું સંકટ સર્જાયું છે. અમેરિકાના હુમલા બાદ બગદાદમાં અમેરિકી દૂતાવાસ અને અમેરિકાના ટ્રુપ જ્યાં રહે છે તે બેલાદ એરફોર્સ બેઝ પર રોકેટથી હુમલો થયો હતો. બીજીબાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનમાં 52 સ્થળ તેના નિશાન પર છે, જેનો તેઓ નાશ કરી શકે છે. સંભવિત યુદ્ધની આ સ્થિતિ વચ્ચે વિશ્વના અનેક દેશોએ બન્ને દેશોને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સંયમ જાળવવા માટે અપીલ કરી છે. યુરોપિયન યુનિયન, ફ્રાંસ, રશિયા, ચીન, કતાર, લેબેનોન જેવા દેશોએ શાંતિ માટે અપીલ કરી છે. યુરોપિયન યુનિયન (EU)ને શાંતિ અને સંયમ માટે અપીલ કરી છે. EUના વિદેશ નીતિ બાબતના વડા જોસેફ બોરેલે શનિવારે તણાવને ઘટાડવા પર ભાર આપ્યો છે અને બન્ને દેશને શાંતિનો માહોલ સ્થાપવા વિનંતી કરી છે.

તણાવ ઘટાડવા પર ભાર આપ્યો

ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જાવેદ જરીફ સાથે બ્રુસેલ્સમાં મુલાકાત બાદ જોસેફ બોરેલે ટ્વીટ કર્યું છે. તેમણે સ્થિતિ ગંભીર ન બને તે માટે વાતચીતથી તણાવને ઘટાડવા પર ભાર આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુલેમાનીની હત્યા બાદ ઈરાને અમેરિકા પર હુમલો કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે અને ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખોમેનીએ અમેરિકાને ધમકી આપી છે.

બીજીબાજુ ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ અમેરિકાને સૈન્ય શક્તિનો દુરુપયોગ કરવા પર નિયંત્રણ રાખવા સલાહ આપી છે. વાંગ યુએ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ સાથે ફોન પર વાતચીત કરી છે. તેમણે કહ્યું છે કે સૈન્ય શક્તિનો કોઈ પણ સ્થિતિમાં દુરુપયોગ સ્વીકાર્ય નથી.

સંયમ માટે અપીલ

અત્રે ઉલ્લેખનીય છે કે કાસિમ સુલેમાની સહિત 8 લોકોના મૃત્યુ બાદ અનેક દેશોએ બન્ને દેશોને સંયમ રાખવા માટે અપીલ કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ રિસેપ તૈય્યપ અર્દોગન સાથે ફોન પર મધ્ય-પૂર્વ ક્ષેત્રની સ્થિતિ અંગે ચર્ચા કરી છે. ત્રણેય નેતાએ મધ્ય-પૂર્વ એશિયાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને બન્ને દેશને સંયમ રાખવા અપીલ કરી છે.

બ્રિટનના વિદેશ રાજદૂત ડોમિનિક રાવે અપીલ કરતા કહ્યું છે કે સંઘર્ષ આપણા હિતોને અનુરૂપ નથી. સીરિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં ઈરાનના સુલેમાનીના મૃત્યુની ઘટનાને લઈ ખેદ વ્યક્ત કર્યો છે અને અમેરિકાની ટીકા કરી છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાકની અસ્થિરતાનું કારણ અમેરિકા છે. બીજીબાજુ કતાર અને લેબેનોનના વિદેશ મંત્રાલયે પણ એક નિવેદનમાં બન્ને દેશને સંયમ રાખી કામ કરવા અપીલ છે, જેથી મધ્ય-પૂર્વ એશિયામાં સ્થિરતા અને શાંતિ જાળવી શકાય.

ડોનાલ્ડ ટ્રમ્પનું આકરું વલણ

આ મુદ્દે અમેરિકાના પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અમેરિકા વિરુદ્ધ કોઈ પગલું નહીં ભરવા તાકીદ કરી છે અને કહ્યું છે ઈરાનની 52 જેટલી જગ્યા અમેરિકાના નિશાન પર છે. જો ઈરાન કોઈ કાર્યવાહી કરશે તો અમેરિકા તેનો વધુ મજબૂત રીતે જવાબ આપશે.

X
બગદાદમાં અમેરિકાના દૂતાવાસના મુખ્ય દરવાજાને તોડી આગ લગાડતા દેખાવકારોબગદાદમાં અમેરિકાના દૂતાવાસના મુખ્ય દરવાજાને તોડી આગ લગાડતા દેખાવકારો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી