તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઉજવણી:વડતાલ મંદિરમાં અધિક માસની પૂર્ણાહુતિઃ દેવોને છપ્પનભોગ અર્પણ

નડિયાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 150 વાનગીઓ સાથેનો, 85 મણ વજનનો મહાથાળ અેટલે છપ્પન ભોગ

વડતાલ સ્વામિનારાણ મંદિરમાં પવિત્ર પુરૂષોત્તમ માસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી હરિયાગ, હરિ સ્મૃતિ કથા સહિત વર્ષભર ઉજવાતા તહેવારોની ઉજવણી કરાઇ હતી. અધિક માસમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવેલી ઉજવણીના લાઇવ દર્શનનો લ્હાવો હરિભક્તોએ લીધો હતો. અધિક માસની ઉજવણી અંગે વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે, અધિક માસ અંતર્ગત વડતાલ મંદિરના પટાંગણમાં શ્રી હરિયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજ રાત્રે હરિપ્રકાશદાસજી સ્વામિ (અથાણાંવાળા)ના શ્રીમુખે શ્રી હરિસ્મૃતિ કથાનું રસપાન કરાવ્યું હતું. ભગવાનના ચરિત્રોથી સભર કથાનું શ્રવણ કરીને હરિભક્તોએ શ્રી હરિના લીલા ચરિત્રોને વાગોળી ધન્યતા અનુભવી હતી. વર્ષભર ઉજવાતા દરેક તહેવારની અધિક માસમાં ઉજવણી કરાઇ હતી.

અમાસના દિવસે મંગળા આરતી બાદ મંદિરના દેવોને કેસર સ્નાન સહિત મહાભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં 150 વાનગીઓ સાથેનો 85 મણ વજનનો મહાથાળ એટલે કે છપ્પનભોગ ધરાવવામાં આવ્યો હતો. સૌરભપ્રસાદ દાસજી (મોટા લાલજી) એ આરતી કરી હતી. દિવસભર હરિભક્તોએ અન્નકૂટ દર્શનનો લ્હાવો લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો