તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પાસરોડાના સરપંચને જાનથી મારવાની ધમકી આપતા ફરિયાદ

વિરપુર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન વહેંચણી મુદ્દે હુમલો કરાયો

વિરપુરના પાંસરોડા ગામે જમીન વહેચણીના ઝઘડાની અદાવતે ગામના સરપંચ ઊપર નાનાભાઈ અને ભત્રીજા મળી ચાર જણાએ પાઇપ ધારિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જ્યારે સામા પક્ષે દંપતી સહિત બને પક્ષના છ જણા સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, વિરપુર ના પાંસરોડા ગ્રામ પંચાયત વિસ્તારના વાવના મુવાડા ગામે રહેતા સરદારસિંહ પરમાર છેલ્લા ત્રણ વરસથી સરપંચ છે ગુરૂવારે તેઓ પૌત્રી સાથે ખેતરમાં કપાસના વાવેતરને જોવા ગયેલ હતા ત્યારે સરદારસિંહની સાથે જમીન વહેચણી બાબતના ઝઘડાની અદાવત રાખીને તેના ભાઈ નાનાલાખા પરમાર તથા તેના પુત્રો હિંમત અને નિલેશ, ગુલાબ નાનાભાઈ પરમાર સહિતનાએ ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી ધારિયું લઇ આવી મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારે જણા પોબારા ભણી ગયા હતા જ્યારે સામા પક્ષના નાના પરમારે પોલીસ ફરિયાદમા જણાવ્યા મુજબ છ માસ અગાઉ જમીનની વહેચણી બાબતની તકરારની દાજ રાખી ફરિયાદના મોટા ભાઈ સરદાર ભાઈ લાખાભાઇ પરમાર તથા તેની પત્ની સારદાબેન પરમારે તકરાર કરી ફરિયાદી નાનાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા છ જણા ઉપર ગુન્હો નોંધ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો