તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:વિઠલાપુરની હોટલ સામે જાહેરનામા ભંગની ફરિયાદ, હોટલમાં સીસીટીવી લગાવ્યા ન હતા

રામપુરા ભંકોડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિઠલાપુર શક્તિ આર્કેડમાં આવેલી હેલો પુરોહિત હોટલમાં સીસીટીવી કેમેરા લગાવેલા ન હોઈ વિઠલાપુર પોલીસે હોટલના માલિક સામે જાહેરનામાનો ભંગ કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ની સુચના અને ધ્યાનમાં લઇ વિઠલાપુર પોલીસ ની ટીમ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે વિઠલાપુર પોલીસ સ્ટેશનના સી બી ચૌહાણ પીએસઆઇ સુરેન્દ્રસિંહ એએસઆઇ વિષ્ણુભાઈ પોલીસ કોન્સ્ટેબલ સહિતની ટીમે વિઠલાપુર શક્તિ આર્કેડમાં હેલો પુરોહિત હોટલ માં છાપો માર્યો હતો તપાસ કરતાં હોટલમાં સીસી કુટેજ સીસી કેમેરા નહિ લગાવ્યા હોવાનું હોટલના માલિકે જણાવ્યું હતું હોટલમાં સીસી કેમેરા નહીં લગાવ જાહેરનામાનો ભંગ કર્યો હોય માલિક અર્જુનસિંહ કાનસિંહ રાજપુરોહિત રહે હેલો રાજપુરોહિત હોટલ વિઠલાપુર સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી હતી વધુ તપાસ સુરેન્દ્રસિંહ એએસઆઈ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો