તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ખેતરમાં પશુ ચરાવવાની ના પાડતાં માર મારતા ફરિયાદ

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત તાલુકાના માલુ ગામમાં બનેલી ઘટના

ખંભાત તાલુકના માલુગામે આવેલા એક ખેતરમાં પશુ ચરાવવાની ના પડતાં ઉશ્કેરાયેલા બે શખ્સોઅે યુવકને લાકડીથી ઈજા કરી માર મારી ધમકી આપી હતી. ખંભાતના માલુ ગામે નવજીવન શેરી વિસ્તારમાં ચિરાગ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે.અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. રવિવારે બપોરના અરસામાં ચિરાગ પટેલ માલુ ગામની કારીયાસીમમાં આવેલા પોતાના ખેતરમાં ડાંગરના પાકની કાપણીનું કામ કરેલું હોય ખેતરમાં ડાંગર અને ડાંગરનું ઘાસ સુકવેલું હોવાથી સાચવવા માટે ગયા હતાં.

આ વખતે ગામના હમીરભાઇ ભરવાડ અને કડવાભાઇ ભરવાડ પોતાની ગાયો ખેતરમાં ચરાવવા માટે લઈ આવ્યા હતાં. જેથી ચિરાગ પટેલે ખેતરમાં ડાંગર અને ડાંગરનુ ઘાસ પડેલું હોવાથી ખેતર બાજુ ગાયો લાવવાની ના પાડી હતી. દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા હમીરભાઇ ભરવાડ અને કડવાભાઇ ભરવાડ ચિરાગ પટેલના પગમાંથી લાકડીઓથી ઈજાઓ પહોંચાડી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ચિરાગ મનહરભાઈ પટેલની ફરિયાદ લઇ ખંભાત રૂરલ પોલીસે કડવાભાઇ અમરાભાઈ ભરવાડ અને હમીરભાઇ કડવાભાઇ ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો