હારિજ / PSI અને 4 પોલીસકર્મી સામે ખોટો કેસ કરી માર્યાની યુવાનની કોર્ટમાં ફરિયાદ

Complaint filed against PSI and 4 policemen in wrongful case

  • દારૂ પીધેલો હોવાનો ખોટો કેસ બનાવી મારમારી લોકઅપમાં પુરી દીધાનો ગણેશપુરાના યુવાનનો આક્ષેપ, હારિજ કોર્ટે ઇન્કવાયરી કરવા આદેશ કર્યો

Divyabhaskar.com

Feb 27, 2020, 09:32 AM IST
પાટણઃ હારિજ ખાતે તાલુકા પંચાયતના કર્મચારી પર બનેલ એસીબી કેસના ફરિયાદી ગણેશપુરા ગામના શખ્સને હારીજ પોલીસ દ્વારા દારૂનો ખોટો કેસ કરી જેલમાં પુરવામાં આવતાં તેણે પીએસઆઇ એ.બી.ભટ્ટ અને ચાર પોલીસકર્મી વિરૂદ્ધ હારિજ કોર્ટમાં ફરિયાદ આપતાં કોર્ટે 202 મુજબ કોર્ટ ઇન્કવાયરી કરવા આદેશ કર્યો હતો.જોકે પીએસઆઇએ તેમની સામેના આક્ષેપને ખોટો ગણાવ્યો હતો.
ગણેશપુરા ગામનાં ઠાકોર કમલેશજી ગલાજી કોર્ટમાં ફરીયાદમાં જણાવ્યા મુજબ 23 ફેબ્રુઆરીએ રાત્રિના સમયે ચોકડી પર પાર્લર ઉભો હતો ત્યારે પોલીસ સ્ટાફના જવાનો પકડીને પોલીસની ગાડીમાં પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. પીએસઆઇએ ગાળો બોલી પેલા કર્મચારી પર એસીબી કરાવ્યું તેજ છે ને તેમ કહી ધોકા વડે માર મારેલ અને ચાર પોલીસવાળાએ પણ ગડદાપાટુનો માર મારી લોકઅપમાં પુરી કાઢ્યો હતો. અને મારી ઉપર દારૂ પીને બાઈક ચલાવવાનો ખોટો કેસ કરેલ હતો. પાટણ જ્જના બંગલે રજુ કરતાં સુજનીપુર જેલમાં મોકલી આપ્યો હતો. બીજા દિવસે જામીન મળ્યા હતા અને ધારપુર સરકારી રેફરલમા સારવાર લીધી હતી.
યુવાન દારૂ પીને બાઇક ચલાવતાં પકડાયો હતો,આક્ષેપ ખોટા છે: પીએસઆઈ
આ સબંધે પીએસઆઇ એ.બી.ભટ્ટે જણાવ્યું કે આરોપી દારૂ પીને બાઇક ચલાવતાં પકડાયો હતો.તેણે અમારી પર કરેલ આક્ષેપ ખોટા છે. તેણે એસીબી કરાવી હતી તે એસીબી પોલીસ પણ જાહેર કરતી નથી તો અમે કયાંથી જાણીએ. અમારે કોઇ લેવા દેવા નથી.
આમની સામે ફરિયાદ
- પીએસઆઇ એ.બી.ભટ્ટ,
-પો.કો. હેતુભા લક્ષ્મણજી
-હે.કો. અબ્દુલ કયૂમ મીરસાબખાન
-પો.કો.વિજયભાઈ લગધીરભાઇ
-પો. કોન્સ. અમીતકુમાર ભુદરભાઇ
X
Complaint filed against PSI and 4 policemen in wrongful case

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી