તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:સતપંથ કડવા પાટીદારને બદનામ કરાયાની પોલીસવડા સમક્ષ ફરિયાદ

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈમનસ્ય ફેલાય તેવા પુસ્તકો છપાવાતા વિરોધ
  • લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સમાજ સામે પગલા ભરવા માગ

લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સમાજ દ્વારા સતપંથ સનાતન સમાજના લોકોને સોશ્યલ મીડિયા અને પુસ્તકો છપાવી બદનામ કરી, કોમી વૈમનસ્ય ફેલાવતાં 17 લોકો સામે ફરિયાદ દાખલ કરી, પગલા ભરવા જિલ્લા પોલીસવડા સમક્ષ સતપંથ સમાજ કડવા પાટીદાર સમાજના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી છે.

સતપંથ કડવા પાટીદાર સમાજના પ્રમુખ દાનાભાઇ ગોરાણીએ જણાવ્યું હતું કે, લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીતે સોશ્યલ મીડિયા તેમજ પુસ્તકો છપાવી સતપંથ સમાજ વિરોધી લખાણ કરીને બદનામ કરાય છે. તાજેતરમાં રામજન્મભૂમિ મંદિર નિર્માણમાં સતપંથ સમાજના સંતોને આમંત્રણ મળ્યું હતું, જે અંગે લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજના લોકો દ્વારા અભદ્ર ભાષા વાપરી, સતપંથના લોકો વિધર્મી હોઇ એવા પ્રકારના લેખિત નિવેદન કરી, સમાજની લાગણી દુભાવી, વૈમનસ્ય ફેલાવ્યું છે. જે માટે એસ.પી. સમક્ષ લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજના 17 જેટલા ઇસમો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી પગલા ભરવા રજૂઆત કરાઇ છે. હાલે બંને સમાજો વચ્ચે ચાલતા આ ગજગ્રાહથી કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામે તો નવાઇ નહીં એમ પોલીસ સમક્ષ પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું. જિલ્લા પોલીસવડાને અપાયેલા આવેદનમાં પ્રતિનિધિ મંડળના દાનાભાઇ ગોરાણી, ઇશ્વરભાઇ ગોરાણી, ધનજી દેવજી, અરજણ જગુઆણી, ગંગારામ પારસિયા સહિત સતપંથ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પોલીસવડાએ પણ તપાસ કરી, યોગ્ય કરવાની ખાત્રી આપી હોવાનું સંસ્થાના હરિભાઇ લીંબાણી, કુણાલ ગોરાણીએ જણાવ્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો