તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ઘરનો સોદો કરી 13 લાખ પડાવી લેનાર સહિત ત્રણ સામે ફરિયાદ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાણી જકાતનાકાનું મકાન વેચવાનું નક્કી કર્યું હતું
  • પિતા, પુત્ર અને દલાલ સામે ગુનો નોંધાયો

છાણી જકાતનાકા ટીપી 13માં 25 લાખમાં મકાન વેચવાનું છે, કહી પિતા-પુત્રે 13 લાખ લીધા બાદ મકાન વેચાણ આપવાનું ટાળી 13 લાખ પરત ન કરતાં ફતેગંજ પોલીસમાં પિતા-પુત્ર અને દલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.છાણી જકાતનાકા કલ્પવૃક્ષ સોસાયટીમાં રહેતા અલ્પેશ પરમાર સ્ટ્રકચરલ ડિઝાઈનર છે. તેમને નવું મકાન લેવાનું હોવાથી પીતાંબર સોનવણે નામના મકાન દલાલનો સંપર્ક થયો હતો. પીતાંબરે છાણી જકાતનાકા સત્યનારાયણ ટાઉનશિપમાં મકાન 25 લાખમાં વેચવાનું છે તેમ જણાવતાં અલ્પેશ પરમાર અને તેમના પિતાએ મકાન જોવાનું નક્કી કર્યું હતું.

મકાન માલિક નટુ જેઠાભાઈ ડાભી સાથે પીતાંબરે તેમની મુલાકાત કરાવી હતી. અલ્પેશભાઈના પિતાએ નટુભાઈને 2,01,000 અને 2.50 લાખ આપ્યા હતા. નટુભાઈ અને પુત્ર કૌશિકે જણાવ્યું કે તમે બીજા 5.50 લાખ આપો તો હું 10 લાખનો બાનાખત કરી આપીશ. જેથી તેમણે બીજા 5.50 લાખ મળી 10 લાખ આપ્યા હતા. નટુભાઈઅે બીજા 3 લાખ નહીં આપો તો સોદો કેન્સલ કરાશે તેવી ધમકી આપતાં વધુ 3 લાખ આપી બાનાખત કરાવ્યું હતું. બાદમાં અલ્પેશભાઈ દસ્તાવેજ માટે નટુભાઈ પાસે ગયા હતા ત્યારે મારે મકાન નથી વેચવું અને રૂપિયા બે માસમાં આપી દઈશ તેવી બાંહેધરી આપી હતી. ત્યારબાદ 13 લાખ નહીં આપી ઉપરાંત પૈસા પરત આપવા નથી અને પૈસા લેવા આવ્યા તો મારી નાખીશ તેવી ધમકી આપતાં ફતેગંજ પોલીસ મથકે નટુ ડાભી, કૌશિક ડાભી અને દલાલ પીતાંબર સોનવણે ફરિયાદ કરાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો