તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કામગીરી:મુંબઈમાં વીજ ખંડિત પ્રકરણે આયોગ દ્વારા તપાસ

મુંબઇ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ, થાણે સહિત એમએમઆર ક્ષેત્રમાં સોમવાર 12 ઓકટોબરના ખંડિત થયેલા વીજ પુરવઠાની મહારાષ્ટ્ર વીજ નિયામક આયોગે ગંભીર નોંધ લેતા સુઓ મોટો અરજી દાખલ કરી છે. એના પર બુધવાર 21 ઓકટોબરના ઈ-સુનાવણી થશે.

મહાપારેષણ સહિત એસએલડીસી, અદાણી ઈલેકટ્રિસિટી, ટાટા પાવર, બેસ્ટ અને મહાવિતરણને પોતાનો પક્ષ રજૂ કરવાનું બજાવવામાં આવ્યું છે. મહાપારેષણની વીજ લાઈનમાં ટેકનીકલ ખરાબી થવાને કારણે મુંબઈમાં વીજ પુરવઠો ખંડિત થયાનો પ્રથમદર્શી અહેવાલ છે છતાં એની પાછળના સાચા કારણ શું છે, વીજ પુરવઠો ખંડિત થયો એ સમયે ગ્રીડની સ્થિતિ શું હતી એ બાબતનો અહેવાલ સોમવાર સુધી રજૂ કરવાનો નિર્દેશ મહાપારેષણ કંપનીને આપવામાં આવ્યો છે. એ પછી બુધવારે થનારી સુનાવણી દરમિયાન મુંબઈ અને પરિસરમાં વીજ વિતરણ કંપનીઓએ કેવી રીતે લોડ શેડિંગના સમયે કામ પાર પાડ્યું, વીજ પુરવઠો શરૂ કરતા સમયે માર્ગદર્શક ધોરણોનું પાલન કર્યું કે એના પર સુનાવણી થશે એમ વીજ આયોગે સ્પષ્ટ કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો