તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ:સુરેન્દ્રનગર વોર્ડ 1માં 50 લાખના ખર્ચે RCC રોડની કામગીરી શરૂ

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિસમાર બનેલા રસ્તામાંથી 3 વર્ષે છૂટકારો મળશે
  • 6 મીટર પહોળા, 500 મીટર લાંબા રોડનું ખાતમુહૂર્ત

સુરેન્દ્રનગર વોર્ડ નંબર 1 માં આવેલા લક્ષ્મીનગર શેરી નંબર 1માં પાલિકા દ્વારા રૂપિયા 50 લાખથી વધુના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલની લાઇન નાંખવા માટે ખોદકામ કર્યા બાદ અંદાજે ત્રણ વર્ષ બાદ નવો રસ્તો બનતા સ્થાનિકોને બિસ્માર રસ્તાની સમસ્યામાંથી મુક્તી મળશે.

સુરેન્દ્રનગર શહેરના છેવાડાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હોવાની બુમરાડો ઉઠતી હોય છે ત્યારે શહેરના વોર્ડ નંબર 1 માં લક્ષ્મીપરા શેરી નંબર 1 નો મુખ્ય રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી મગરની પીઠ જેવી હાલતમાં હોવાથી સ્થાનિકોને અને અહીંથી પસાર થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન નાંખવાની કામગીરી પૂર્ણ થયા બાદ હાલ સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ પાલિકા દ્વારા રસ્તાનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તાના ખાતમુહર્ત સમયે પૂર્વ સદસ્ય મહેબુબખાન મલેક, મેહુલભાઇ ગોવીંદીયા હાજર રહ્યાં હતા. આ અંગે પાલિકાના એન્જીનીયર કે.જી.હેરમાએ જણાવ્યું કે 50 લાખના ખર્ચે આ રસ્તો બનાવવામાં આવશે જેમાં રસ્તાની પહોળાઇ 6 મિટર અને લંબાઇ અંદાજે 500 મિટરથી વધુની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો