ઓરમાયું વર્તન / અત્યારે સોશિયલ કામથી આવી છું, ટેક્સટાઇલના પ્રશ્નોની ચર્ચા દિલ્હીમાં કરીશું: મંત્રી સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન પ્રસંગે હાજર રહ્યા હતા.
સ્મૃતિ ઈરાની ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન પ્રસંગે હાજર રહ્યા હતા.
સ્મૃતિ ઈરાની ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન પ્રસંગે હાજર રહ્યા હતા.
સ્મૃતિ ઈરાની ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન પ્રસંગે હાજર રહ્યા હતા.

  • કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ટેક્સટાઈલના એકેય આગેવાનો સાથે મુલાકાત સુધ્ધાં નહીં કરી
  • મંત્રી બે દિવસ શહેરમાં રોકાયાં અનેક કાર્યક્રમોમાં ગયાં પણ ટેક્સટાઈલના પ્રશ્નો ન સાંભળ્યા 

Divyabhaskar.com

Jan 13, 2020, 12:56 AM IST

સુરતઃ સુરત આવેલા કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ બીજી વખત સુરતના ટેક્સટાઈલ સાથે ઓરમાયું વર્તન કર્યુ છે. બે દિવસ માટે સુરત આવેલા મંત્રી ઈરાની લગ્ન પ્રંસગમાં હાજરી આપી, પાઉંભાજી ખાધી, ડુમ્મસ સફાઈના કાર્યક્રમમાં પણ ગયા આ સાથે પ્રબૃદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી પોતાનો મત પણ વ્યક્ત કર્યો પરંતુ ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓને એરપોર્ટ પર 15 મિનિટ મળવા સિવાય અન્ય એકેય ટેક્સટાઈલ સંસ્થાના આગેવાનોને સાંભળવાની તસ્દી લીધી નથી. વર્ષ 2018માં છેલ્લી વખત સુરત આવેલા મંત્રી સ્મૃતિ ઈરાની ભાજપ કાર્યકાળના 4 વર્ષની કાર્યગાથા સંભળાવીને દિલ્હી પરત ફર્યા હતા. આ વખતે પણ શનિ-રવિ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી પણ સુરતના એકેય ટેક્સટાઈલ આગેવાનો સાથે ચર્ચા કરવા રોકાયા નથી.ટેકનિકલ કારણોસર ટફની સુરત સહિત ભારતભરના ઉદ્યોગકારોની હજારો અરજી પૈકી કરોડો રૂપિયાનું ફંડ લાંબાં સમયથી છુટૂ થયું નથી. વિવિધ માંગણીઓનું નિરાકરણને બદલે આશ્વાસન મળતા આગેવાનોમાં ઉકળાટ ફેલાયો છે.

આ સમસ્યાઓનું હજુ નિરાકરણ નથી

  • પાવરટેક્સ યોજના હેઠળ જાહેર કરાયેલી સબસિડીઓ જેવી કે ગ્રુપ વર્ક શેડ, મશીનરી અપગ્રેડેશન, યાર્ન બેંક સહિતની નવી અરજીઓને ફંડ આપવામાં આવતું નથી
  • 10 ટકાની ટફની સબસિડીને ફરી 30 ટકા કરવાની માંગણી
  • વીવીંગ અને પ્રોસેસિંગ સેક્ટર સહિત એમ્બ્રોડરી સેક્ટરનું જીએસટીના અમલ વખતથી રિફંડ મળી શક્યું નથી
  • સીઈટીપી પ્લાન્ટ જેવી સેવાઓ પર પણ 18 ટકા જેટલી જીએસટી લાગે છે.

ચેમ્બરના આગેવાનો સાથે એરપોર્ટ પર ચર્ચા
પખવાડિયા પૂર્વે ચેમ્બરના 11 પ્રતિનિધિઓ વડાપ્રધાન મોદીની મુલાકાતે દિલ્હી ગયા હતા.ત્યારબાદ હવે મંત્રી ઈરાનીએ ચેમ્બર અને સુરત ટેક્સટાઈલ મશીનરી એશોસિએશનના પ્રમુખો સાથે એરપોર્ટ પર 15 મિનિટ મીટીંગ કરી હતી. જેમાં દિલ્હી ખાતે ટેક્સટાઈલ મશીનરી એક્સ્પો કરવા અંગેની મંત્રાલયની તૈયારી જણાવીને તેની જવાબદારી સુરત ચેમ્બરને સોંપી છે. જેના માટે આવનારા અઠવાડિયામાં તેમને દિલ્હી ડેટા સાથે આમંત્રણ આપ્યું છે.

ઉદ્યોગ જગતમાં મત - બજેટમાં પ્રશ્નો ઉકેલવાની ખાતરી

  • ટફની યોજનાઓનું ફંડ પેન્ડિંગ, વીજ સબસિડી નથી.ત્યારે બજેટમાં માંગણીઓ સ્વીકારાશે તેવું કહી ઉદ્યોગકારોને દિલ્હી બોલાવાઈ છે. - અશોક જીરાવાલ, પ્રમુખ, ફોગવા
  • મુલાકાત માટે સમયની માંગણી કરી હતી પરંતુ સોશ્યલ કામથી આવ્યાનું જણાવ્યું છે.કેટલાક પ્રશ્નો બજેટમાં ઉકેલવાની ખાતરી આપી છે. - ભરત ગાંધી, ચેરમેન, ફીઆસ્વી
X
સ્મૃતિ ઈરાની ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન પ્રસંગે હાજર રહ્યા હતા.સ્મૃતિ ઈરાની ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન પ્રસંગે હાજર રહ્યા હતા.
સ્મૃતિ ઈરાની ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન પ્રસંગે હાજર રહ્યા હતા.સ્મૃતિ ઈરાની ડુમસ બીચ ખાતે સફાઈ અભિયાન પ્રસંગે હાજર રહ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી